તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટમાં ખેડૂત આંદોલન સમર્થનના કાર્યક્રમ માટે ઇન્દ્રનીલ સહિત કોંગ્રેસ નેતાના ધરણા બાદ રાત્રે મંજૂરી મળી

રાજકોટ6 મહિનો પહેલા
રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેઠા. - Divya Bhaskar
રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેઠા.
  • ટીંગાટોળી સાથે કોંગ્રેસ નેતાઓની અટકાયત, હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા

રાજકોટમાં આવતીકાલે ખેડૂત આંદોલન માટે પોલીસે મંજૂરી આપી છે. ધ લાયન વોટર પાર્ક ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર કોરોનાની ગાઈડલાઈન મુજબ સભાનું આયોજન કરી શકાશે. તેમાં 200 લોકો ભાગ લઈ શકશે. દિવસે ખેડૂત જાગૃત્તિ કાર્યક્રમના સમર્થનમાં આંદોલન કરવાની મંજૂરી લેવા માટે કોંગ્રેસ નેતાઓ પોલીસ પાસે ગયા હતા. પરંતુ મંજૂરી ન મળતા કોંગ્રેસ નેતાઓ જિલ્લા પંચાયત ખાતે ધરણા પર બેસી ગયા હતા. આથી પોલીસે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠીયા સહિત કાર્યકરોની અટકાયત કરી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. અહીં પણ કોંગ્રેસ નેતાઓ ધરણા પર બેસી ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

પોલીસે ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાની ટીંગાટોળી સાથે અટકાયત કરી.
પોલીસે ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાની ટીંગાટોળી સાથે અટકાયત કરી.

ટીંગાટોળી સાથે કોંગ્રેસ નેતાઓની અટકાયત ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, ખેડૂત સંમેલન નિષ્ફળ બનાવવા ભાજપ પોલીસના જોરે અટકાયત કરવામાં આવી છે. લોકશાહી દેશમાં સૌને વિરોધ કરવાનો હક્ક છે. તેમજ કોંગ્રેસ નેતાની ટીંગાટોળી સાથે પોલીસે અટકાયત કરી હતી. અટકાયત સમયે કોંગ્રેસ નેતાઓએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી અને હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોની અટકાયત કરાઇ
16 જાન્યુઆરીએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂત સભાની મંજૂરી માગી હતી. જેમાં 22 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે ખેડૂત સભા યોજવાનું આયોજન છે. પરંતુ બે દિવસથી ખેડૂત આગેવાનોને નજર કેદ કરવામાં આવી રહ્યાં છે. આથી કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનું માર્ગદર્શન હોવા છતાં ખેડૂતોને ખેડૂત સંમેલન કરવાની મનાઇ શા માટે? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ડાયાભાઇ ગજેરા, પાલભાઈ આંબલિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ગિરધરભાઇ વાઘેલા, વશરામ સાગઠીયા સહિત ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...