ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ:રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ રાજીનામું આપ્યું, સંગઠનમાં નિષ્ઠાથી કામ કરવા છતાં કોઇ નોંધ ન લેવાતી હોવાનો ઉલ્લેખ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુકેશ રાજપરાએ જિલ્લા પ્રમુખને મોકલેલું રાજીનામું . - Divya Bhaskar
મુકેશ રાજપરાએ જિલ્લા પ્રમુખને મોકલેલું રાજીનામું .
  • જિલ્લા મથકેથી એકપણ વાર કારોબારીની બેઠક યોજવામાં આવી નથી

ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઇ છે. બીજી તરફ રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ થયું છે. રાજકોટ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશ રાજપરાએ રાજીનામું આપ્યું છે. મુકેશ રાજપરાએ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન ખાટરિયાને રાજીનામું આપ્યું છે. રાજીનામામાં સંગઠનમાં નિષ્ઠાથી કામ કરવા છતાં કોઇ નોંધ ન લેવાતી ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.

જિલ્લાના વિવિધ હોદ્દેદારો સાથે વિચારોમાં ભેદભાવ
મુકેશ રાજપરાએ રાજીનામામાં જણાવ્યું છં કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ રાજકોટ જિલ્લામાં મને જિલ્લા મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. અમે કોંગ્રેસ સમિતિમાં નિષ્ઠાથી કામગીરી કર્યું, પરંતુ જિલ્લાના વિવિધ હોદ્દેદારો સાથે વિચારોમાં ભેદભાવ જણાતો હોય અને જિલ્લા મથકેથી એકપણ વાર કારોબારીની બેઠક યોજવામાં આવી નથી. સંગઠન માળખામાં નિષ્ઠાથી કામ કરવા છતા કોઈ નોંધ લેવામાં આવી નથી.

પ્રદેશ કે જિલ્લા મથકેથી કોઈ પણ પ્રત્સાહન નહીં
રાજીનામામાં મુકેશ રાજપરાએ વધુમાં જણાવ્યું હતું કે, હું પોતે લડાયક હોય પરંતુ પ્રદેશ કે જિલ્લા મથકેથી કોઈ પણ પ્રત્સાહન કે માર્ગદર્શન આપવામાં આવતું નથી. આથી હું મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા જિલ્લા મહામંત્રી પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને આપ મારૂ રાજીનામું સ્વીકારશો.

અન્ય સમાચારો પણ છે...