તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. પરંતુ રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. EVMને લઇને કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ સવાલો ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, EVMમાં ભાજપનું કમળનું નિશાન મોટું રાખવામાં આવ્યું છે. તેમજ કમળના નિશાનને ઘાટી શાહીથી છાપવામાં આવ્યું છે જ્યારે અન્ય પાર્ટીના નિશાનો આછી શાહીથી છપાયા છે. ચૂંટણીપંચ ભાજપની દોરવણીથી કામ કરે છે.
EVMમાં મતદારને પહેલી નજરમાં ચાર મોટા કમળ જ દેખાય
હેમાંગ વસાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, મતદાર મતદાન કરવા આવે ત્યારે EVMમાં તેને પહેલી નજરમાં ચાર મોટા કમળ જ દેખાય જ્યારે અન્ય પાર્ટીના નિશાનો નાના હોવાથી મતદાર પણ મુંઝવણમાં પડી શકે છે. અમે ચૂંટણીપંચ સામે વાંધો ઉઠાવ્યો છે. 24 કલાકમાં પ્રિન્ટિંગ નહીં સુધારે તો કાયદાકીય રીતે અમે આગળ વધીશું. આખા ગુજરાતમાં આ પ્રકારના EVMમાં ભાજપના મોટા નિશાન છપાયા છે.
EVMમાં બીજા નિશાન નાની સાઇઝના
હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યો છે કે, EVMમાં ભાજપનું કમળનું નિશાન મોટુ અને ઘાટી શાહીથી છાપવામાં આવ્યા છે. જ્યારે અન્ય નિશાન નાની સાઇઝમાં છાપવામાં આવ્યા છે. મતદાતાઓને લોભાવવા માટે આ પ્રકારનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે. આજે ચૂંટણી અધિકારીએ નિશાન જોવા માટે બોલાવ્યા હતા અને અમે તાત્કાલિક આની સામે વાંધો ઉઠાવ્યો છે. તેમજ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, નિયમો જોવા પડશે અને તમારો લેટર અમે પ્રેસને મોકલીશું.
કોંગ્રેસ હાર ભાળી ગઇ છે- સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા
આ અંગે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાર ભાળી ગઇ છે. પરાજય ભાળેલી કોંગ્રેસ હવે વાહ્યાત આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે. આમા કોઇ લોજીકલ આધાર જ નથી. રાજ્યનું ચૂંટણી પંચ એકદમ નિષ્પક્ષ ન્યાયપૂર્ણ ચૂંટણી યોજવા માટે વર્ષોથી જાણિતું છે.
વોર્ડ નં.11ના કોંગ્રેસના ઉમેદવારે મતદાન મથક બદલવાની માંગ કરી
રાજકોટના વોર્ડ નં.11ના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારે મતદાન મથક બદલવાની માંગ કરી છે. ત્રણ બુથના મતદારોનું મતદાન મથક બે કિલોમીટર દૂર હોવાનો આક્ષેપ કર્યો છે. બાજુમાં આવેલી આદર્શ સ્કૂલમાં મતદાન મથક આપવાની માંગ કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.