તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રાજકોટના કમિશનર ઉદિત અગ્રવાલ જતાં પહેલાં 3 વર્ષથી પેન્ડિંગ વિવાદિત ટેન્ડર મંજૂર કરતા ગયા

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કમિ.ને વધુ ભાવ લાગતા પેન્ડિંગ રાખ્યું હતું, અગ્રવાલને રકમ યોગ્ય લાગી
  • ત્રણ-ત્રણ કમિટીએ ટેન્ડર વિશે નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો

રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ કમિશનર ઉદિત અગ્રવાલની બદલીની જાહેરાત થયા બાદ જતા જતા છેલ્લા દિવસે ત્રણ વર્ષથી પેન્ડિંગ સાયબર સિક્યુરિટીના કામ પર મહોર લગાવી છે. 14.17 કરોડ રૂપિયાનું સાયબર સિક્યુરિટીનું કામનું ટેન્ડર ઓગસ્ટ 2018માં બહાર પડ્યું હતું અને તે સમયના કમિશનર બંછાનીધિ પાનીએ આ કામના ભાવ વધુ લાગ્યા હોવાથી ટેન્ડર પેન્ડિંગ રાખ્યું હતું. આ ત્રણ વર્ષ દરમિયાન ત્રણ કમિટીએ પણ નેગેટીવ રિપોર્ટ આપ્યો હતો. છતાં પૂર્વ કમિશનર ઉદિત અગ્રવાલે જતા જતા તેના પર મહોર લગાવી હતી.

152 કરોડના ટેન્ડર, માત્ર 1 કામ પેન્ડિંગ
રાજકોટ મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટીના ભાગરૂપે 152 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડ્યા હતા. જે કામ બીએસએનએલને આપવાનું નક્કી કરાયું હતું. જેમાં સાયબર સિક્યુરિટીનું રૂ.14.17 કરોડનું કામ પેન્ડિંગ રખાયું હતું.

અન્ય સમાચારો પણ છે...