તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:રાજકોટમાં વેક્સિનેશન અંગે કલેક્ટરે કહ્યું- ગ્રામ્ય વિસ્તારમાંથી અંધશ્રદ્ધાઓ અને ગેરમાન્યતા દૂર થઈ,અમુક ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ

રાજકોટ3 મહિનો પહેલા
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન
  • પીડિયાટ્રિક એસો. દ્વારા ત્રીજી લહેરને લઈને પ્લાનિંગ રજૂ
  • 21 જૂન પછી 4થી 5 ગણો વેક્સિન જથ્થો આવશે

રાજકોટમ આજે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં વેક્સિનેશન અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાંથી અંધશ્રદ્ધા અને ગેરમાન્યતા દૂર થઈ છે. અને અમુક ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પણ પૂર્ણ થયું છે. 21 જૂન બાદ 4થી 5 ગણો વેક્સિન જથ્થો આવશે. જેથી સરળતાથી વેક્સિનેશન થઈ શકશે. એઇમ્સની ઓપીડી ડિસેમ્બર મહિનાથી શરૂ થશે.

બે ઓક્સિજન પ્લાન્ટ એક સપ્તાહમા સ્થાપાશે
વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, હાલ ત્રીજી લહેરને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને અનુસંધાને શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપવામાં આવશે. જેમાં GCSRના બે અને DRDOના ત્રણ ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે. જેમાંથી બે ઓક્સિજન પ્લાન્ટ એક સપ્તાહમા સ્થાપવામાં આવશે. જેથી ત્રીજી લહેરમાં ઓક્સિજનની કમી વર્તાય નહીં.

પીડિયાટ્રિક એસો. દ્વારા ત્રીજી લહેરને લઈને પ્લાનિંગ રજૂ
વધુમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, ત્રીજી લહેરના આગોતરા આયોજનરૂપે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવશે. જેમાંથી 200 બેડ બાળકો માટે સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવશે. આ ઉપરાંત બાળકોના વેન્ટિલેટર માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. પીડિયાટ્રિક એસોસિએશન દ્વારા પણ ત્રીજી લહેરને લઈને પ્લાનિંગ રજૂ કરવામાં આવ્યું છે.

મ્યુકોરમાઇકોસિસના 600 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
મ્યુકરમાઇકોસિસના ઓછા રિકવરી રેટ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 600 કરતા વધુ દર્દીઓ દાખલ છે. અને આ દર્દીઓ જલ્દીથી જલ્દી રિકવરી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એઇમ્સ હોસ્પિટલની OPD ડિસેમ્બરમાં શરૂ
એઇમ્સ અંગે તેમણે જણાવ્યું હતું કે, ડિસેમ્બર - 2021થી એઇમ્સ હોસ્પિટલની ઓ.પી.ડી. કાર્યરત થઈ જશે. જેના અનુસંધાને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એઇમ્સ સુધી પહોંચવા માટેનો રોડ વહેલી તકે પૂર્ણ થાય તે માટે એઇમ્સની ટીમ સાથે સતત સંપર્કમાં રહી લોકોને જરૂરી સુવિધા પ્રાપ્ત થાય તે માટે સતત કાર્યરત છે. હાલ માત્ર ઓ.પી.ડી. જ શરુ કરવામાં આવશે. જેને શરુ કરવાનો નિર્ણય એઇમ્સ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...