તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:રાજકોટ કલેક્ટરે હિરાસર એરપોર્ટ અને એઇમ્સની સમીક્ષા કરી, ડેડલાઈન સાથે પ્રોજેક્ટ પૂર્ણ કરવા એક્શન પ્લાન ઘડ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અધિકારીઓ સાથે કલેક્ટરે બેઠક યોજી. - Divya Bhaskar
અધિકારીઓ સાથે કલેક્ટરે બેઠક યોજી.
  • એરપોર્ટ રનવે, એઇમ્સ કનેક્ટિવિટી રોડ, કોર્ટના મુખ્ય બિલ્ડિંગ નિર્માણ કાર્યને અગ્રીમતા અપાઈ

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાના અગ્રીમ પ્રોજેક્ટસની પ્રવર્તમાન સ્થિતિ અને પ્રકલ્પો વહેલી તકે સંપન્ન થાય તે માટે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજી જરૂરી એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં હિરાસર એરપોર્ટ, એઇમ્સ અને ડ્રીસ્ટ્રીક્ટ કોર્ટની કામગીરીને લઇ ચર્ચા કરી હતી. આ તમામ પ્રોજેક્ટને ડેડલાઈન સાથે પૂર્ણ કરવા એક્શન પ્લાન ઘડ્યો છે.

એરપોર્ટ અને એઇમ્સની કામગીરી પર ભાર મૂક્યો
ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડ્રિમ પ્રોજેક્ટ્સ હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ એઇમ્સ ઝડપભેર આગળ વધે તે માટે કાર્યરત એજન્સીઓ સાથે કલેક્ટરે મિટિંગ કરી હતી. પ્રોજેક્ટસ નિર્માણમાં તમામ અડચણો દૂર કરી ડેડલાઈન સાથે પૂર્ણ કરવા કલેક્ટરે વિશેષ ભાર મૂક્યો હતો. કલેક્ટરે કાર્યરત એજન્સીઓને એરપોર્ટ રનવે, એઇમ્સમાં કનેક્ટિવિટી રોડ, મુખ્ય બિલ્ડિંગ નિર્માણ કાર્યને અગ્રીમતા આપવા સૂચન કર્યું હતું.

ડ્રીસ્ટ્રીક્ટ કોર્ટની કામગીરીની પણ સમીક્ષા કરી
કલેક્ટર અરુણ મહેશ બાબુએ રાજકોટની ભાગોળે બનતી ડીસ્ટ્રીકટ કોર્ટની કામગીરી સંદર્ભે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી બિલ્ડિંગના કામ ઝડપી પૂર્ણ થાય તેમજ જરૂરી ઈન્ટેરીયર, રસ્તા સહિતના કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી. કલેક્ટર દ્વારા ઈશ્વરીયા પાર્ક ખાતે સાયન્સ સેન્ટર, પ્રેમ મંદિર પાસે આકાર પામતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, માધાપર ચોકડી ખાતે ઓવરબ્રિજ, જનાના હોસ્પિટલ, જૂની કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના રિનોવેશન સહિતની કામગીરીની સમીક્ષા પણ આ તકે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...