સમીક્ષા બેઠક:એઇમ્સ, હિરાસર એરપોર્ટ, સાયન્સ મ્યુઝિયમ, જનાના હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ કોર્ટનો પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂર્ણ કરવા રાજકોટ કલેક્ટરનો આદેશ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેક્ટર કચેરીમાં કલેક્ટરની સમીક્ષા બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
કલેક્ટર કચેરીમાં કલેક્ટરની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
  • બહુઆયામી વિકાસકામો ગુણવત્તાસભર બને તે માટે અધિકારીઓને સૂચના અપાઇ

રાજકોટ જિલ્લાના મહત્વના માળખાકીય વિકાસ કાર્યો નિયત સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પરિપૂર્ણ થાય તે અંગેની સમીક્ષા બેઠક રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં અધિકારીઓને એઇમ્સ, હિરાસર એરપોર્ટ, સાયન્સ મ્યુઝિયમ, જનાના હોસ્પિટલ અને ડિસ્ટ્રીક્ટ કોર્ટનો પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેક્ટરે આદેશ આપ્યો હતો.

તમામ પ્રોજેક્ટની કામગીરી વિશે કલેક્ટરે માહિતી મેળવી
સૌરાષ્ટ્રના આર્થિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રના હબ સમાન રાજકોટમાં સ્માર્ટ સિટી મુજબના મહત્વના આધુનિક માળખાકીય પ્રોજેક્ટસ જેવા કે એઇમ્સ, ગ્રીનફિલ્ડ હિરાસર ઇન્ટરનશેનલ એરપોર્ટ, પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ, જનાના હોસ્પિટલ, ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ તથા માધાપર ઓવરબ્રિજ સહિતના વિકાસ કામો અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં કલેક્ટર અરુણ મહેશ બાબુએ સંબંધિત વિભાગો અને અમલીકરણ અધિકારીઓ પાસેથી થયેલી કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી.

અધિકારીઓએ કલેક્ટરને પોતાના પ્રોજેક્ટની કામગીરી બતાવી.
અધિકારીઓએ કલેક્ટરને પોતાના પ્રોજેક્ટની કામગીરી બતાવી.

કલેક્ટરે અધિકારીઓને વિકાસ કામો બાબતે ઉપયોગી સૂચનો કર્યા
અરૂણ મહેશ બાબુએ આ તમામ વિકાસકામો જાહેરજનતાની સુખાકારી માટે મહત્વપૂર્ણ હોય આ માળખાકીય વિકાસ કામો ગુણવત્તાસભર બને તથા નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવતા વિકાસ કામો બાબતે ઉપયોગી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં એઈમ્સના નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી (ગ્રામ્ય) વિરેન્દ્ર દેસાઇ, હીરાસર એરપોર્ટના નોડલ ઓફિસર પ્રાંત અધિકારી રાજકોટ શહેર-2ના ચરણસિંહ ગોહિલ, જનાના હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.કમલ ગોસ્વામી, તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી, માર્ગ અને મકાન વિભાગ(શહેર) કાર્યપાલક ઇજનેર નીતિશ કામદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.