ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની ચિમકીની અસર:રાજકોટના કલેક્ટરની નેશનલ હાઇવે ઓથોરિટી, આર એન્ડ બી સાથે બેઠક, 1 મહિનામાં જિલ્લાના તમામ રસ્તા રિપેર કરવા આદેશ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથે વાતચીત કરી. - Divya Bhaskar
રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથે વાતચીત કરી.

રાજકોટ કલેક્ટરને ગઈકાલે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં એક સપ્તાહમાં રોડ-રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી પાંચ સપ્ટેમ્બરથી ટોલટેક્સ ભરવામાં નહીં આવે તેવી ચિમકી ઉચ્ચારી હતા. જેના પગલે જિલ્લા કલેકટર દ્વારા આર એન્ડ બી અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સાથે એક રિવ્યુ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં કલેક્ટરે એક મહિનામાં રાજકોટ જિલ્લાના તમામ રસ્તાઓનું સમારકામ કરવાનો આદેશ કર્યો હતો.

એક મહિનામાં કામ પરિપૂર્ણ કરવાની ખાતરી આપી
રાજકોટ જામનગર, રાજકોટ મોરબી, રાજકોટ ભાવનગર, રાજકોટ ચોટીલા, રાજકોટ ગોંડલ તરફના તમામ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવા આદેશ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ બાબતની રિવ્યુ મિટિંગ યોજવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ રહેતો હોવાના કારણે સમારકામમાં ગોકળગતિ જોવા મળી રહી છે. ત્યારે આગામી એક મહિનામાં તમામ રોડ-રસ્તાના કામો પૂર્ણ કરવામાં આવે તે બાબતની સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ હાલ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ટોલ ટેક્સ ભરવા બાબતે પણ સમજાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ તેમની જે માગણી હતી તે પરિપૂર્ણ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.

હાઇવે-નેશનલ હાઇવેને પ્રાયોરિટી અપાશે
કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ગઈકાલે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રોડ-રસ્તા ખરાબ હોય ટોલ ટેક્સ ન ભરવાની માગ કરી હતી. ખાસ કરીને હાઇવે અને નેશનલ હાઇવ પર રસ્તા ખરાબ છે તેને પ્રાયોરિટી આપવામાં આવશે. તમામને સૂચના આપી છે કે, એક મહિનામાં કામ પૂરું કરી દેવું. સરકારી સિસ્ટમ છે એ ચાલુ જ છે અમે રોડ-રસ્તાઓ રિપેર કરવાની સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...