તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:રાજકોટમાં એઇમ્સ મુદ્દે કલેક્ટરની બેઠક, હોસ્પિટલે પહોંચવા ખંઢેરી રેલવે સ્ટેશન વિકસાવાશે, હિરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર બનાવાશે

રાજકોટ4 મહિનો પહેલા
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એઇમ્સ મુદ્દે બેઠક મળી - Divya Bhaskar
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એઇમ્સ મુદ્દે બેઠક મળી
  • એઇમ્સ હોસ્પિટલમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા વિકસાવવામાં આવશે

રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી ગામ નજીક 201 એકર જમીનમાં 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ બનાવવામાં આવનાર છે. ત્યારે આજે રાજકોટ કલેક્ટર કચેરીમાં કલેક્ટર રેમ્યા મોહનની એઇમ્સ મુદ્દે મહત્વની બેઠક મળી હતી. જેમાં એઇમ્સ હોસ્પિટલ સુધી દર્દીઓ આસાનીથી પહોંચી શકે તે માટે ખંઢેરી રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવશે. તેમજ એઇમ્સ હોસ્પિટલથી હિરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર બનાવવામાં આવશે તેવી ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં એઇમ્સ હોસ્પિટલના અધિકારીઓ પણ હાજર રહ્યાં.
બેઠકમાં એઇમ્સ હોસ્પિટલના અધિકારીઓ પણ હાજર રહ્યાં.

કલેક્ટર, મનપા કમિશનર અને એઇમ્સ હોસ્પિટલના અધિકારીઓ વચ્ચે બેઠક
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એઇમ્સ મુદ્દે કલેક્ટર રેમ્યા મોહન, મનપા કમિશનર ઉદિત અગ્રવાલ અને એઇમ્સ હોસ્પિટલના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં એઇમ્સ હોસ્પિટલ સુધી પહોંચવા રસ્તા અને રેલવે કનેક્ટેવિટી સરળ બનાવવા ચર્ચા કરવામાં આવી હતી. હાલ ખંઢેરી રેલવે સ્ટેશન છે તેનો વિકાસ કરવામાં આવશે. ખંઢેરી રેલવે સ્ટેશન પર ટ્રેન મારફત દર્દીઓને પહોંચવામાં સરળતા રહે તે માટે વિકસાવવામાં આવશે.

રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડે.ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ મીડિયા સાથે વાતચીત કરી.
રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડે.ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ મીડિયા સાથે વાતચીત કરી.

એઇમ્સ હોસ્પિટલમાં પણ ઇલેક્ટ્રિક કારની સુવિધા કરવામાં આવશે
રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડે.ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે, એઇમ્સ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવે છે પરંતુ રાજ્ય સરકાર તેમા ઘણી સહભાગી થશે. કેન્દ્ર અને રાજ્ય સરકારનો કરાર થયો છે. પાણી, વીજળી સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. આજની બેઠકનો મુખ્ય મુદ્દો એ હતો કે કંઇ રીતે સરળતાથી દર્દીઓ એઇમ્સ સુધી પહોંચી શકે. દરેક સામાન્ય લોકો પાસે પોતાનું વાહન નથી હોતુ, ટેક્સી બધાને પરવડે નહીં આથી આનો વિચાર કરી ખંઢેરી રેલવે સ્ટેશનને મોટુ કરી વિકસાવાશે. એઇમ્સ હોસ્પિટલમાં પણ ઇલેક્ટ્રિક કારની સુવિધા કરવામાં આવશે. રોડ-રસ્તા પહોળા કરવામાં આવશે.

એઇમ્સ હોસ્પિટલમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા વિકસાવાશે
બેઠકમાં એઇમ્સ હોસ્પિટલમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા પણ વિકસાવામાં આવશે તેવી ચર્ચા કરવામાં આવી હતી. એઇમ્સ હોસ્પિટલથી હિરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર વિકસાવામાં આવશે. આથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વખતે ઓર્ગન એરપોર્ટ સુધી સમયસર પહોંચી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો