કામગીરી:હિરાસર એરપોર્ટના રન-વેનું 40 ટકા કામ પૂર્ણ, કોરોનાને લઈ રાજકોટના 28 અને અન્ય જિલ્લાના 103 બોન્ડેડ ડોક્ટરોને હાજર થવા પત્ર લખાયાઃ રાજકોટ કલેક્ટર

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને કોરોના અને હિરાસર એરપોર્ટની કામગીરી વિશે માહિતી આપી - Divya Bhaskar
રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને કોરોના અને હિરાસર એરપોર્ટની કામગીરી વિશે માહિતી આપી
  • રાજકોટ માર્કેટ યાર્ડમાં 228 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 4 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી પૂરપાટ ઝડપે ચાલી રહી છે. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું રન-વેનનું કામ 40 ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ટર્મિનલનું કામ પણ ઝડપથી શરૂ કરવામાં આવશે. કોરોનાને લઈને રાજકોટના 28 અને અન્ય જિલ્લાના 103 બોન્ડેડ ડોક્ટરોને ફરજ પર હાજર થવા અંગે પત્રો લખવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાની સ્થિતિ સ્થિર
કલેક્ટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કોરોનાની સ્થિતિ સ્થિર છે. ધોરાજી, ઉપલેટા, ગોંડલ અને જેતપુર જેવા નગરપાલિકા વિસ્તારમાં વધુ કેસ નોંધાય રહ્યા છે. જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બોન્ડેડ ડોક્ટરોને હાજર થવા પત્ર લખવામાં આવ્યા છે. કોઈ ડ્યૂટી ફાળવવામાં આવી નથી. રાજકોટ શહેર અને જિલ્લામાં પ્રાંત અધિકારીઓ દ્વારા બેઠકો કરી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં હાલ ધન્વંચરી અને સંજીવની રથ કાર્યરત છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાયો
રાજકોટ માર્કેટ યાર્ડમાં કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

રાજકોટ માર્કેટ યાર્ડમાં 228 લોકોના ટેસ્ટ કરાયા, 4નો પોઝિટિવ રિપોર્ટ
શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આજે RTO ઓફિસ પાસે આવેલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને યાર્ડમાં મજૂરી કામ કરાતા શ્રમિકોનું સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજના કેમ્પમાં કુલ 232 લોકોના સ્ક્રિનિંગ અને 188 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેમને મનપાની ટીમ દ્વારા હોમ ક્વોરન્ટીન કરવામાં આવશે. તેમજ હેલ્થ ચેકઅપ બાદ 228 લોકોને હેલ્થ કાર્ડ પણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...