તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજકોટના કોઠારીયામાં કલેક્ટર અને મનપાનું મેગા ડિમોલિશન, 20થી વધુ કારખાના પર બૂલડોઝર ફેરવી દેવાયું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટના કોઠારીયામાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું - Divya Bhaskar
રાજકોટના કોઠારીયામાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું
  • કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

રાજકોટના કોઠારીયામાં કલેક્ટર અને કોર્પોરેશનનું સંયુક્ત મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 20થી વધુ કારખાના અને કોમર્શિયલ સંકુલો પર બૂલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. સિટી પ્રાંત ચરણસિંહ અને ટીપીઓ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

ડિમોલિશનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
આજે સવારથી જ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈ અઈચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. ડિમોલિશન પહેલા તંત્ર દ્વારા જગ્યા ખુલ્લી કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પરંતુ જગ્યા ખુલ્લી ન થતા આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અગાઉ 141 કાચા-પાકા મકાનો તોડી પાડી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી
એક મહિના અગાઉ રાજકોટ કોર્પોરેશનની મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટના રૈયાધાર નજીક 141 મકાનનું ડિમોલિશન કરી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ટીપી–9ના રોડ ખુલ્લા કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો