તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:રાજકોટમાં સ્વપ્ન સમાન 2 પ્રોજેક્ટ, હિરાસર એરપોર્ટ અને એઈમ્સ હોસ્પિટલ અંગે કલેક્ટર અને CM વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી, કામગીરીને વેગ આપવા ચર્ચા થઈ

રાજકોટ10 મહિનો પહેલા
રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાઈ હતી - Divya Bhaskar
રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાઈ હતી
  • એઈમ્સ દ્વારા 13 પ્લાનની ચકાસણી શરૂ, 6 પ્લાન સુધારા સાથે રજુ કરવામાં આવ્યા
  • હિરાસર એરપોર્ટમાં ખેતીનું દબાણ દૂર કરવામાં આવ્યું, રન-વે નીચે ફાયબર ઓપ્ટિકલ વાયરો હોવાથી સર્વે કરાયો

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે હિરાસર એરપોર્ટ અને એઈમ્સની કામગીરીને લઈને ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. આજે મંગળવારે કલેક્ટર દ્વારા બેઠકમાં થયેલી ચર્ચા અંગે મીડિયાને માહિતી આપી હતી. જેમાં એઈમ્સ અને હિરાસર એરપોર્ટની કામગીરી ફૂલ સ્પીડથી વધારવા ચર્ચા કરવામાં આવી હતી.

એઈમ્સનો પ્લાન ઝડપથી મંજૂર કરવા ચર્ચા થઈ
રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલના પ્લાનને ઝડપથી મંજૂર કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. એઈમ્સ દ્વારા 13 પ્લાનની ચકાસણી શરૂ કરવામાં આવી છે. 6 પ્લાન સુધારા સાથે રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સિંચાઈ, માર્ગ-મકાન, હાઈવે ઓથોરિટી સહિતના વિભાગોના અધિકારીઓ સાથે જોડાશે. હિરાસર એરપોર્ટમાં ખેતીનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. સિમેન્ટ કંપની હટાવવામાં આવી છે. પ્રાંત 2ના અધિકારી ચરણસિંહ ગોહિલ ખડેપગે રહીને દબાણો દૂર કરાવી રહ્યાં છે રન-વે નીચે ફાયબર ઓપ્ટિકલ વાયરો હોવાથી સર્વે કરવામાં આવ્યો છે.

રન-વેનું કામ પૂર્ણ થવાના આરે: કલેક્ટર
કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, ખાસ કરીને એઈમ્સ અને હિરાસર એરપોર્ટ જે બંને ફ્લેગશીપ પ્રોજેક્ટ કહેવાય રાજકોટ માટે. આ બંનેની કામગીરીમાં મુખ્યમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. હવે નાના લેવલના જેમાં સ્થાનિક હોય કે સ્ટેટ લેવલના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રીને તમામ અધિકારીઓને સુચના આપી દીધી છે. હિરાસર એરપોર્ટમાં જેમાં લેવલિંગનું કામ, રો કટિંગનું કામ સહિત પ્રાથમિક કામ ખૂબ જ ગતિથી થઈ રહ્યું છે. રન-વેનું કામ છે જે 40 ટકા કહેવાય તે પૂર્ણ થવાના આરે છે. હિરાસર એરપોર્ટ માટેની જગ્યા પર દબાણો હતા તે દૂર કરી દીધા છે અને સ્થાનિક લોકોને વળતર આપી દીધા છે.