Corona upadate LIVE Rajkot: રાજકોટમાં એક જ પરિવારમાં કોરોનાના બે દર્દી, શહેરમાં કુલ 4 પોઝિટિવ કેસ, 662 ઓબ્ઝર્વેશન હેઠળ

રાજકોટમાં મેડિકલ સ્ટોર બહાર લાંબી લાઇન લાગી
રાજકોટમાં મેડિકલ સ્ટોર બહાર લાંબી લાઇન લાગી
ગોંડલમાં કાયદો ભંગ કરનારને ગળામાં બેનર પહેરાવાય છે
ગોંડલમાં કાયદો ભંગ કરનારને ગળામાં બેનર પહેરાવાય છે
સાવરકુંડલામાં સેનિટાઇઝર અને દવા છંટકાવ
સાવરકુંડલામાં સેનિટાઇઝર અને દવા છંટકાવ
લોકો કુંડાળામાં ઉભા રહીને ખરીદી કરી રહ્યા છે
લોકો કુંડાળામાં ઉભા રહીને ખરીદી કરી રહ્યા છે
પોરબંદરના સાંસદે બે બસની વ્યવસ્થા કરી હરિદ્વારમાં ફસાયેલા લોકોને ઘરે સહી સલામત પહોંચાડ્યા
પોરબંદરના સાંસદે બે બસની વ્યવસ્થા કરી હરિદ્વારમાં ફસાયેલા લોકોને ઘરે સહી સલામત પહોંચાડ્યા
લોકડાઉનને ગંભીરતાથી લઇ લોકો ઘરમાં પૂરાતા શહેરના રસ્તા સુમસામ બન્યા
લોકડાઉનને ગંભીરતાથી લઇ લોકો ઘરમાં પૂરાતા શહેરના રસ્તા સુમસામ બન્યા
X
રાજકોટમાં મેડિકલ સ્ટોર બહાર લાંબી લાઇન લાગીરાજકોટમાં મેડિકલ સ્ટોર બહાર લાંબી લાઇન લાગી
ગોંડલમાં કાયદો ભંગ કરનારને ગળામાં બેનર પહેરાવાય છેગોંડલમાં કાયદો ભંગ કરનારને ગળામાં બેનર પહેરાવાય છે
સાવરકુંડલામાં સેનિટાઇઝર અને દવા છંટકાવસાવરકુંડલામાં સેનિટાઇઝર અને દવા છંટકાવ
લોકો કુંડાળામાં ઉભા રહીને ખરીદી કરી રહ્યા છેલોકો કુંડાળામાં ઉભા રહીને ખરીદી કરી રહ્યા છે
પોરબંદરના સાંસદે બે બસની વ્યવસ્થા કરી હરિદ્વારમાં ફસાયેલા લોકોને ઘરે સહી સલામત પહોંચાડ્યાપોરબંદરના સાંસદે બે બસની વ્યવસ્થા કરી હરિદ્વારમાં ફસાયેલા લોકોને ઘરે સહી સલામત પહોંચાડ્યા
લોકડાઉનને ગંભીરતાથી લઇ લોકો ઘરમાં પૂરાતા શહેરના રસ્તા સુમસામ બન્યાલોકડાઉનને ગંભીરતાથી લઇ લોકો ઘરમાં પૂરાતા શહેરના રસ્તા સુમસામ બન્યા

  • અત્યાર સુધીમાં 68ના સેમ્પલ લેવાયા, 4 પોઝિટીવ, 40 નેગેટિવ અને 6નો રિપોર્ટ બાકી 
  • 7 વાહનો મારફતે રસ્તા પર રખડતા અને ગરીબ પરિવારોને ભોજન પહોંચાડાશે
  • કુરિયર એસોસિએશન દ્વારા લોકોને દવાની ફ્રિ હોમ ડિલિવરી પહોંચાડવાની ખાતરી આપી 

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 06:45 PM IST

રાજકોટ:રાજકોટમાં અત્યાર સુધીમાં  68 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં રાજકોટ સિટીમાં 4 પોઝિટીવ, 40 નેગેટિવ અને 6ના રિપોર્ટ બાકી છે. ગઈકાલે જે 75 વર્ષના વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના પુત્રનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ રાજકોટના  કુલ 4 દર્દીમાંથી બે દર્દી એક જ પરિવારના છે. રાજકોટ ગ્રામ્યમાં 14માંથી 13 નેગેટિવ અને એકનો રિપોર્ટ બાકી છે. અન્ય જિલ્લાના 4માં ત્રણ નેગેટિવ અને 1નો રિપોર્ટ બાકી છે. સરકારી હોસ્પિટલમાં 12માંથી 3 પોઝિટીવ અને 8 શંકાસ્પદ છે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં એક પોઝિટીવ છે. રાજકોટમાં 662 ઓબ્ઝેર્વેશન હેઠળ છે જ્યારે 749 ઓબ્ઝેર્વેશન બહાર છે.
ચીનની જેમ રાજકોટમાં પણ વેન્ટીલેટર મશીનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે

ચીનની જેમ રાજકોટમાં પણ વેન્ટીલેટર મશીનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. ઉદ્યોગકારો સાથે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની બેઠક મળી હતી. રાજકોટના ઉદ્યોગકારો વેન્ટીલેટર માટેના પાર્ટ અને અન્ય જિલ્લામાંથી સામગ્રીઓ મંગાવી વેન્ટીલેટરનું ઉત્પાદન કરશે. એક અઠવાડિયામાં 1 હજાર વેન્ટીલેટર બનાવી શકાશે. ડોક્ટરો માટે એન્ટી વાયરલ પી.પી. શૂટ પણ તૈયાર કરવામાં આવશે. એક દિવસમાં 500 શૂટ તૈયાર કરાશે. 500 કિલો ગ્રામ બલ્ક સેનિટાઇઝર પણ આપવા સેનિટાઇઝપ ઉત્પાદકો તૈયાર થયા છે. ગોંડલમાં લોકડાઉનનો ભંગ કરનાર વ્યક્તિના ગળામાં પોલીસ દ્વારા બેનર પહેરાવાય છે. જેમાં લખ્યું છે કે, હું સમાજનો દુશ્મન છું, વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાઇ છતાં હું વારંવાર બહાર નીકળી અન્ય લોકોના આરોગ્ય જોખમાય તે રીતે રખડું છું. ગોંડલ સિટી પોલીસ, LCB પોલીસ દ્વારા સેન્ટ્રલ ટોકીઝ ચોકમાં લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે 24 કેસો શંકાસ્પદ નોંધાયા છે. જેમાં રાજકોટના 15, મોરબીના 3, ભૂજના 2, પોરબંદરના 1, જામનગરના 2 અને દ્વારકાના કેસનો સમાવેશ થાય છે.

લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી કરવા સુપ માર્કેટ–મોલ સાથે સ્વીગી અને ઝોમેટોનું ટાઈઅપ કરાવાયું

મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ ઘેર બેઠા મળી રહે તે માટે  બિગ બઝાર, રિલાયન્સ, ગોલ્ડન સુપર માર્કેટ વગેરે સાથે એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં આ સુપર મર્કેટ–મોલ સાથે સ્વીગી અને ઝોમેટોનું  ટાઈઅપ કરાવવામાં આવેલ છે. લોકો લોકડાઉન પિરિયડ દરમિયાન ઉપરોક્ત મોલ કે સુપર માર્કેટને ફોન કરીને પોતાને જરૂરી હોય એ આવશ્યક ચીજોની ડીમાંડ કરી શકે છે અને પછી સ્વીગી કે ઝોમેટોના માધ્યમથી લોકોને પોતાના ઘેર જ આવશ્યક ચીજોની હોમ ડિલિવરી મળી રહેશે. હાલ ફોન કોલથી ડીમાંડ કરવાની સેવા શરૂ થઇ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા એ દિશામાં પણ પ્રયાસ કરી રહી છે જેમાં આગામી સમયમાં સ્વીગી કે ઝોમેટોની એપ મારફત પણ લોકો ડીમાંડ કરી શકે. હાલ તુર્ત માત્ર ફોન કોલથી જ જીવન જરૂરી એવી આવશ્યક ચીજોની ડીમાંડ કરી શકશે, પરંતુ એપથી અત્યારે નહી.

 જૂનાગઢમાં જીવન જરૂરિયાતની દુકાનો બપોરના 12થી 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

જૂનાગઢ મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કરિયાણું, મેડિકલ સ્ટોર, દૂધની ડેરીઓ બપોરના 12થી 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. 

કોરોના સેમ્પલનું રાજકોટમાં પરીક્ષણ થશે

રાજકોટમાં કોરોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે. બાયો સેફ્ટી કેબિનેટ મશીન રાજકોટ આવી પહોંચ્યું છે. વાપીથી એન્જિનીયર આવ્યા છે. 2 દિવસમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આ અંગે માહિતી આપી છે. ડિસ્ટ્રીક્ટ હાઇ સોસાયટી ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવશે. વોક ઇન ઇન્ટરવ્યૂથી જિલ્લા કલેક્ટર ભરતી કરશે. જિલ્લા કલેક્ટરને ડોક્ટર, નર્સિંગ સ્ટાફ

અને પેરા મેડિકલ સ્ટાફ તેમજ ડિઝાસ્ટર સ્ટાફની ભરતી કરવાની સત્તા આપવામાં આવી છે. 

રાજકોટમાં 36 વર્ષીય યુવાનને પોઝિટીવ રિપોર્ટ આવ્યો તેની વિદેશ હિસ્ટ્રી

ગઇકાલે કોરોના વાઇરસ પોઝિટીવ યુવાન 13 માર્ચના રોજ દુબઇથી ફ્લાઇટ મારફત અમદાવાદ આવ્યો હતો. બાદમાં 17 માર્ચના રોજ મુંબઇ ગયો હતો. 18 માર્ચના રોજ  મુંબઇથી રાજકોટ આવ્યો હતો. 19 માર્ચે ઉધરસ અને ગળામાં દુખાવો થતા હોકહાર્ટ, સીનર્જી હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલમાં બતાવવા ગયો હતો. 24 માર્ચના રોજ સેમ્પલ લેવાતા કોરોના પોઝિટીવ આવ્યો હતો. તેમના માતા-પિતા, પત્ની, પુત્ર, મિત્ર સહિત 9 લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

રાજકોટ ડેરી પાસે દૂધનો પૂરતો જથ્થો

રાજકોટ જિલ્લા સહકારી દૂધ  સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયાએ જણાવ્યું છે કે, રાજકોટ ડેરી પાસે અમૂલ દૂધનો, ગોપાલ છાસ, દહીં તથા ઘીનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં છે. દરરોજ નિયમિત વિતરણ કરવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લાની જનતાએ કોઇ ચિંતા કરવી નહીં કે બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં.
કોરોના સામેની જંગમાં સરકારને મદદ માટે રાજકોના એક ટ્રસ્ટે મુખ્યમંત્રી રાહત ફંડમાં  5 લાખનું દાન કર્યું

કોરોના વાઇરસની મહામારી માટે સરકારે દાનની અપીલ પણ કરી છે. સરકારને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકો દાન કરી શકે છે. લોકોએ દાનનો પ્રવાહ
શરૂ કર્યો છે. રાજકોટના દૂધીબેન જસમતભાઇ બોદર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટી ભૂપતભાઇ બોદરે 5 લાખનું દાન કર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં બોદર પરિવારે 5 લાખનું દાન આપ્યું છે.   
વૃદ્ધાનો રિપોર્ટ આવ્યો હતો તેના સાડીનો શો રૂમ, દેશ-વિદેશથી લોકો ખરીદી કરવા આવતા

રાજકોટ જે વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેના પરિવારને સાડીનો શો રૂમ છે. તેના પતિ, પુત્રી પત્ર શોરૂમમાં બેસતા હતા. આથી તમામને હોસ્પિટલ ખસેડાયા છે. આ શો રૂમમાં રાજ્ય બહારના અને વિદેશથી લોકો પણ ખરીદી માટે આવતા હતા. આથી બહારના લોકોનો ચેપ લાગ્યાની શંકા છે. બીજી તરફ હરિદ્વારમાં  કથા ચાલતી હોય તે સાંભળવા માટે કેશોદના 70 યાત્રિકો ગયા હતા. હરિદ્વારમાં ફસાયેલા લોકોને પરત પોરબંદરના સાસંદ રમેશ ધડુક દ્વારા લાવવામાં આવ્યા છે. આ માટે બે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.  હરિદ્વારથી દિલ્હી લાવવામાં આવ્યા હતા અને સાસંદના બંગલે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાંથી બધાને કેશોદ સહીસલામત ખસેડ્યા હતા. રાજકોટમાં પણ કરિયાણા અને મેડિકલ સ્ટોરની બહાર વેપારીઓએ થોડા થોડા અંતરે કુંડાળા કર્યા છે. આ કુંડાળામાં ઉભા રહી જ લોકો ખરીદી કરી રહ્યા છે. હનુમાનમઢીચોકમાં એક કરિયાણાની દુકાન બહાર આ દ્રશ્યો જોવા મળ્યા હતા.

સાવરકુંડલામાં સેનિટાઇઝર અને દવાનો છંટકાવ

કોરોના વાઇરસથી બચવા માટે સાવકુંડલા નગરપાલિકા  એક્શન મૂડ આવી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં સેનિટાઇઝર અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. શહેરની મુખ્ય બજારોમાં લોકોની અવરજવર વચ્ચે પાલિકા કર્મીઓએ પણ પોતાની ફરજ ચાલુ રાખી છે. ચૂસ્ત લોકડાઉન વચ્ચે પણ લોકો સહકાર આપી રહ્યા છે.

રાજકોટમાં લોકડાઉનને પૂરેપૂરૂ સમર્થન

24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસ દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેની ગંભીરતા આજે 25 માર્ચે રાજકોટમાં જોવા મળી રહી છે. લોકો સવારે દૂધ લઇને ઘરમાં જતા રહ્યા હતા. તેમજ વધુ ત્રણ કેસ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે. આ પોઝિટીવ કેસના દર્દીઓ શહેર બહાર પણ ગયા નહોતા.  હજી કોરોન્ટાઇન કરાયેલા પોઝિટીવ દર્દીના પુત્રનો રિપોર્ટ આવવાનો બાકી છે. નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, લોકો ખરીદી પણ અંતર રાખીને કરે. રાજકોટની વૃદ્ધાના પોઝિટીવ કેસથી શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો 

રીક્ષામાં લોકડાઉનને લઇ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ 

શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 7 રીક્ષામાં લોકડાઉન હોય લોકોએ ઘરની બહાર ન નીકળવાની અપીલ  કરવામાં આવી રહી છે. લોકો એકઠા થવું નહીની અપીલ કરવામાં આવી રહી છે. લોકડાઉનના બીજા દિવસે શહેરમાં રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. તેમજ કોઇ નીકળ્યું હોય તો પોલીસ તેને એટકાવી રહી છે અને પૂછપરછ બાદ જ જવા દેવામાં આવે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી