તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટની સિવિલની નવી હોસ્પિટલ કોરોના માટે રોકાશે, લેબ ઊભી કરાશે

કોરોના વાઇરસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર
  • આઈસોલેશન વોર્ડ શિફ્ટ કરાશે, સરકારમાં પ્રસ્તાવ કરાયો
  • ઈન્ફેક્શિયસ ડિસીઝ કન્ટ્રોલ સેન્ટર તરીકે વિકસાવવા પ્રયાસ

રાજકોટઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએમએસએસવાય અંતર્ગત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરાઈ છે. તેમાં કોરોનાને લગતી તમામ સેવાઓ પૂરી પાડવા તંત્રએ નિર્ણય કર્યો છે અને તે માટે સરકારમાં પ્રસ્તાવ પણ કરાયો છે. સિવિલમાં જે આઈસોલેશન વોર્ડ છે તે બિલ્ડિંગમાં ગાયનેક તેમજ અન્ય વિભાગો છે. એક દિવસ પહેલાં જ તેમાં શિફ્ટિંગ કરાયું છે. શંકાસ્પદ કેસોની સંખ્યા વધતા હયાત વોર્ડની ક્ષમતા પૂરતી નથી. તેમજ અલગ અલગ જગ્યાએ બેડ ઉપલબ્ધ કરવા કરતા એક જ જગ્યાએ સુવિધા હોવી જરૂરી છે. આ અંગે કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું, આ બિલ્ડિંગ આખી કોરોના માટે વાપરી શકાશે આ માટે પ્રસ્તાવ કરાયો છે. ત્યાંના કોરોના ટેસ્ટ કરવા  લેબ માટે સાધન ખરીદી પણ થઈ રહી છે. આ અંગે બે દિવસમાં કાર્યવાહી થશે. સરકારે ઈન્ફેક્શિયસ ડિસીઝ કંટ્રોલ સેન્ટરની સૂચના આપી છે તેથી આ હોસ્પિટલનો તેના માટે ઉપયોગ કરાશે અને પછી વોર્ડ શિફ્ટ કરાશે. 

ધનાઢ્ય પરિવારે વિદેશથી આવેલા પુત્રને તરછોડ્યો 
રાજકોટના કાલાવડ રોડ પર રહેતા ધનાઢ્ય પરીવારનો 30 વર્ષનો પુત્ર આફ્રિકાથી આવ્યો છે. તેને કોઇ બિમારીની શંકાએ અલગ વાહનમાં લાવી રેસકોર્ષ રોડ પાસેના બીજા મકાનમાં લાવ્યા હતા અને ત્યાં એકલો મૂકી ગયા છે. શા માટે પુત્રને તરછોડ્યો તે કારણ જાણવા મળ્યુ નથી આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે.

કાર્ડ બ્લોક થતા યુવાન બેંકે ગયો, 5 લોકો ક્વોરન્ટાઈન કરાયા: બેંક બંધ
કોરોના પોઝિટિવ યુવાનનું એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું હતું તેથી તે બેંકે ગયો હતો. આ માહિતી મળતા જ બેંકમાં જઈને તે દિવસના સીસીટીવી ફૂટેજના આધારે સંપર્કમાં આવેલા 5 કર્મીઓને ક્વોરન્ટાઈનમાં લઈ જતાં બેન્કની શાખા બંધ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...