તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:રાજકોટ સિવિલનાં એટેન્ડન્ટની હડતાળ યથાવત, રાતના સમયે સુતા હોય તો અધિકારીઓ પાટા મારીને ઉઠાડતા હોવાનો મહિલા એટેન્ડન્ટનો આક્ષેપ

રાજકોટ2 મહિનો પહેલા
હડતાલને પગલે કોરોનાનાં દર્દીઓ નિઃસહાય બન્યા
  • કોન્ટ્રાક્ટરે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાણે પુરબહારમાં મૌસમ ખીલી હોય તેમ તબીબી શિક્ષકો અને નર્સિંગ સ્ટાફ બાદ હવે એટેન્ડન્ટે વિરોધનો વંટોળ ફૂંકાવાનું શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ હડતાળને પગલે આજે મહિલા એટેન્ડન્ટે અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યુ હતું કે, રાતના સમયે સુતા હોઈએ તો અધિકારીઓ પાટા મારીને ઉઠાડે છે. અસહ્ય અત્યાચાર થતો હોવાને લઇ અમારે હડતાળ પર ઉતરવાની ફરજ પડી છે.

કોરોનાનાં દર્દીઓ નિઃસહાય બન્યા
સિવિલ હોસ્પિટલ ખાતે ગુરુવારે મોડીરાત્રે 50 જેટલા એટેન્ડન્ટ એકસાથે હડતાળ ઉપર ઉતર્યા હતા. જેને પગલે કોરોનાનાં દર્દીઓ નિઃસહાય બન્યા હતા. આ એટેન્ડન્ટની હડતાળ આજે સતત બીજા દિવસે પણ યથાવત રહી છે. આ અંગે મહિલા એટેન્ડન્ટે વધુ માં જણાવ્યું હતું કે,કોવિડ વોર્ડમાં ડ્યુટી સંભાળ્યા બાદથી અમારી મુશ્કેલીઓ વધી ગઈ છે. જેમાં નવા SI સહિત ઉપરી અધિકારીઓ ગેરવર્તન કરે છે. કોવિડ વોર્ડમાં જોખમ હોવા છતાં પણ માસ્ક નીચે કરીને ફેઈસ બતાવવા કહેવામાં આવે છે. અમે ડ્યુટી કરવા આવીએ છીએ ચહેરો બતાવવા નહીં.

મહિલા એટેન્ડન્ટે અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા
મહિલા એટેન્ડન્ટે અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા

કોન્ટ્રાક્ટરે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
જો કે કોન્ટ્રાક્ટર એમ.જે.સોલંકીએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું હતું કે, કોરોના મહામારીને પહોચી વળવા માટે અને દર્દીઓની સાર સંભાળ માટે આઉટસોર્સનાં સ્ટાફનો વધારો કરાયો હતો. બાદમાં સરકાર દ્વારા છુટા કરવાના આદેશના પગલે એક માસના ઓર્ડર પર એટેન્ડન્ટ તરીકે રખાયેલાઓને છુટા કરવામાં આવ્યા હતા. જેને લઈને ઉપરી SI દ્વારા મોબાઇલ નંબરની માંગ કરવા તેમજ સિક્યુરિટી દ્વારા ધમકી અપાતી હોવાના વાહીયાત આક્ષેપ કરાઈ રહ્યા છે. જેમાં કોઈ હકીકત નથી.

હડતાલને પગલે કોરોનાનાં દર્દીઓ નિઃસહાય બન્યા
હડતાલને પગલે કોરોનાનાં દર્દીઓ નિઃસહાય બન્યા

અન્ય સ્ટાફની ભરતી કરતા એટેન્ડન્ટ વધુ રોષે ભરાયા
કોરોની કપરી પરિસ્થિતીને ધ્યાને લઇ સરકારના આદેશ અનુસાર એક માસના ઓર્ડર સાથે એટેન્ડન્ટની ભરતી કરવામાં આવી હતી. જેઓનો સમય પુરો થતા અને સરકાર દ્વારા છુટા કરવાના હુકમના પગલે છુટા કરતા તેઓ દ્વારા વ્યવસ્થા ખોરવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. તેમાં પણ ગતરાતે હડતાલ પાડનારને છુટા કરી તેમની જગ્યાએ અન્ય સ્ટાફની ભરતી કરવામાં આવતા તેઓ વધુ રોષે ભરાયા છે. તેમજ હડતાલમાં અન્ય સ્ટાફને જોડી ચૌધરી હાઇસ્કૂલ ખાતે એકઠા થયા છે.

અન્ય સમાચારો પણ છે...