કોંગ્રેસ એક્શન મોડમાં:રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ કોણ બનશે તેને લઈને રાજકારણ ગરમાયુ, કોંગ્રેસની કમાન પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુ સંભાળે તેવી શક્યતા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફાઈલ તસવીર - Divya Bhaskar
પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફાઈલ તસવીર
  • પ્રમુખ પદ માટે પ્રદીપ ત્રિવેદી, મિતુલ દોંગા,અતુલ રાજાણી નામ મુકાયા
  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદમાં માત્ર એક અર્જુન ખાટરિયાનું નામ મોખરે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. જ્યાં કોંગ્રેસ પક્ષમાં રાજકોટ શહેર સંગઠન રચનામાં ફેરફાર થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે શહેર કોંગ્રેસની કમાન ફરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ સંભાળે તેવી શક્યતા આગેવાનો અને કાર્યકરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદમાં અર્જુન ખાટરિયાનું નામ મોખરે
હાલ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ કોણ બનશે તેને લઈને રાજકારણ ગરમાયુ છે. જ્યાં પ્રદેશમાં બે દિવસ અલગ અલગ જૂથને તેડાવ્યા હતા. અને પ્રભારી રધુ શર્મા પાસે રાજકોટ શહેરના અગ્રણીઓ મળવા માટે પહોંચ્યા હતા. હાલ રાજકોટ શહેરના પ્રમુખ પદ માટે પ્રદીપ ત્રિવેદી, મિતુલ દોંગા અનેઅતુલ રાજાણી નામ મુકાયા છે જયારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદમાં માત્ર એક અર્જુન ખાટરિયાનું નામ મોખરે છે.

રાજકોટ શહેર અને જિલ્લાને નવા પ્રમુખ મળશે
આ સાથે એક જૂથે શહેર કોંગ્રેસની કમાન પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજ્યગુરુ સંભાળે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. હવે ગણતરીના દિવસોમાં રાજકોટ શહેર અને જિલ્લાને નવા પ્રમુખ મળે તેવા પ્રયાસ પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા શહેર અને જિલ્લા કોંગ્રેસમાં મજબૂત શહેર કોંગ્રેસ પ્રમુખો મુકાઇ તેવો કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...