તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રાજકોટ શહેરને કોવિશિલ્ડના 8000 ડોઝ ફાળવાયા, શનિવારથી વેક્સિનેશન શરૂ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત ચાર દિવસ સુધી જથ્થો ન આપ્યા બાદ સૌરાષ્ટ્રને 78500 ડોઝ આપતું આરોગ્ય વિભાગ

રાજકોટમાં વેક્સિનેશન માટે 8000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. હજુ શુક્રવારે ડોઝ આવશે કે નહિ તે નક્કી નથી પણ શનિવારે વેક્સિનેશન ચાલુ થઈ જશે તેવી તેની ખાતરી થઈ ગઈ છે. ગુરુવારે રસીનો જથ્થો મોકલવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર રિજિયનમાં પૂરતા 78500 ડોઝ આવ્યા છે જેમાંથી રાજકોટ મહાનગરપાલિકાને 8000 જ્યારે રાજકોટ જિલ્લાને 7500 ડોઝની ફાળવણી થઈ છે. બાકીના જિલ્લાઓમાં પણ ફાળવણી કરી દેવાઈ છે. આ કારણે શનિવારથી ઓછા વત્તા પ્રમાણમાં રસીકરણ ચાલુ થશે. જો શુક્રવારે નવો જથ્થો આવે તો તેનાથી વેક્સિનની ગતિમાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...