તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Rajkot Citizen Bank Has Invested Rs. 522 Crore, Attendance Of CM In The Award Program Of Nagarik Bank And Graduation Program Of Marwadi Uni.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધિરાણ:રાજકોટ નાગરિક બેન્કે આત્મનિર્ભર યોજનામાં રૂ. 522 કરોડનું ધિરાણ કર્યું, નાગરિક બેન્કના પુરસ્કાર અને મારવાડી યુનિ.ના પદવીદાન કાર્યક્રમમાં CMની હાજરી

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં શનિવારે નાગરિક બેન્કના પુરસ્કાર અને મારવાડી યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. આત્મનિર્ભર યોજનામાં રાજકોટ નાગરિક બેન્કે 38600 લાભાર્થીઓને રૂ. 522 કરોડનું ધિરાણ આપતા બેન્કોની શાખાઓની ટીમનું મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. નાગરિક બેન્કના પુરસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નાના લોકો સમયસર લોન ચૂકવી આપે છે અને નાના વેપારીઓ માટે સહકારી બેન્કો વધારે અનુકૂળ રહે છે. રાજકોટ નાગરિક બેન્ક આત્મનિર્ભર યોજનામાં ધિરાણ કરવામાં અગ્રેસર રહી છે.

હવે આ બેન્ક ગુજરાત સરકારની મહિલા ઉત્કર્ષ યોજનામાં રૂ.200 કરોડનું ધિરાણ આપી શકે તેવું આયોજન કરવા પણ જણાવ્યું હતું. આ સિવાય ગુજરાતની 10 લાખ બહેનોને પગભર કરવાના ગુજરાત સરકારના અભિયાનમાં સહકારી બેન્કો આગેવાની લેશે. બેન્કોને આત્મનિર્ભર યોજનામાં તત્કાલ ઈન્સેન્ટિવ અને વ્યાજની રકમ ચૂકવવામાં આવશે. નાગરિક બેન્ક દ્વારા તેની 38 શાખાના સ્ટાફ અને ટીમને ઈન્સેન્ટિવ અર્પણ કરાયા હતા. તેમજ મુખ્યમંત્રીના હસ્તે પ્રતીક રૂપે પાંચ શાખાની ટીમને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા.નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન અને ગુજરાત અર્બન કો ઓપરેટિવ બેન્ક ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર યોજનાથી અનેક નાના લોકો પગભર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો