રાજકોટ:ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખની સરકારને રજૂઆત: વાઈન શોપ ખોલવા માટે મંજૂરી આપો જેથી ગેરકાયદેસર દારૂનું વેચાણ ઘટે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે સરકારમાં રજૂઆત કરી - Divya Bhaskar
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે સરકારમાં રજૂઆત કરી
  • એક બાઈક પર બે લોકોને જવા દેવા માટેની મંજૂરી અપાઈ તેવી રજૂઆત કરી

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા વેપારીઓ અને ઉદ્યોગકારો સાથે રહ્યું છે. ત્યારે તાજેતરમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવે સરકારને રજૂઆત કરી છે કે 24 કલાક ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે અને આવતા દિવસોમાં વેપાર-ધંધાને પણ સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવે. બીજું નિવેદન આપતા કહ્યું કે શહેરની અંદર વાઈનશોપ ખોલવા માટેની સરકાર મંજૂરી આપે જેનાથી ગેરકાયદેસર દારૂનું વેચાણ ઘટશે. ચેમ્બર દ્વારા સરકારને જીમ ખોલવા માટે અને એક બાઈક પર બે લોકોને જવા દેવા માટેની પણ મંજૂરી આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે અનેક વખત સરકારને સફળ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...