તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ:રાજકોટમાં 14મેથી ઉદ્યોગો ધમધમશે, 8થી 10 હજાર ઉદ્યોગો પરમિશન વગર શરૂ કરવા કલેક્ટર સાથે વાત કરીશું: ચેમ્બર પ્રમુખ

રાજકોટ9 મહિનો પહેલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ
 • 17 મે બાદ નાના વેપારીઓ અને દુકાનદારોને છૂટ આપવી જોઇએ: ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ

રાજકોટમાં 14મેથી ઉદ્યોગો ધમધમશે તેવું CMO અશ્વિનીકુમારે મંજૂરી આપી છે. આ માટે કલેક્ટરની પરમિશન લેવી પડશે અને નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. 14 મેથી રાજકોટના કન્ટેનમેન્ટ સિવાય તમામ વિસ્તારોમાં શરતો સાથે ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈશ્ણવ અને ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ વધાવ્યો છે. પ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે,  8થી 10 હજાર ઉદ્યોગો પરમિશન વગર શરૂ કરવા કલેક્ટર સાથે વાત કરીશું.

80 ટકા આસપાસ રાજકોટ 17 તારીખે ખુલશે: પ્રમુખ

આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈશ્ણવએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ઉદ્યોગો શરૂ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથએ વાત કરી હતી. સરકારે મંજૂરી આપી તે બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. સાંજે કલેક્ટર સાથે બેઠક કરવામાં આવશે. ગુરૂવારથી નાના ઉદ્યોગો ધમધમવા લાગશે. 17 તારીખે લોકડાઉન પૂર્ણ થાય ત્યારે દુકાનો ખોલવા દેવાની પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. 17 તારીખે રાજકોટ મહદઅંશે ખુલશે તેવું માનવું છે. 8થી 10 હજાર ઉદ્યોગોને પરમિશન વગર ખોલવા દેવાની કલેક્ટર પાસે માંગ કરીશું.80 ટકા આસપાસ રાજકોટ 17 મેથી ખુલશે.
17મે બાદ નાના વેપારીઓ અને દુકાનદારોને પણ છૂટ આપવી જોઇએ

પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાજકોટના ઉદ્યોગ-ધંધાને લઇને નિર્ણય લેવામાં આવ્યો તેનાથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખુશ છે.  અમારી રજૂઆતને સરકારે માન્યતા આપી છે. શક્ય હોય તો કલેક્ટર પાસેથી મંજૂરી ન મેળવવી પડે તે પ્રકારે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે. અમે અમારી માગણીમાં મંજૂરી ન મેળવવી પડે તે પ્રકારે વાત કરી હતી. 17મે બાદ માત્ર ઉદ્યોગ-ધંધા જ નહીં પરંતુ નાના વેપારીઓ, દુકાનદારોને પણ પોતાના ધંધા-રોજગાર શરૂ કરવાની છૂટ આપવામાં આવે તેવી અમારી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો