જાહેરાત:રાજકોટમાં 13 ફેબ્રુઆરીના રોજ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાશે, 5 સભ્યોની પેનલ તૈયાર,1802 મતદારો નોંધાયા

રાજકોટ5 મહિનો પહેલા
રોબારી સમિતિએ ફેબ્રુઆરીમાં નવી ટર્મ માટે ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો
  • પ્રતિસ્પર્ધી પેનલ બને તો ‘સમરસ’ માટે પ્રયત્ન થશે અન્યથા લડી લેવાશે
  • ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન 63 પ્રશ્નોનો નિવેડો લાવવામાં આવ્યો છે: ચેરમેન

રાજકોટના વેપારી મહાજન એવા ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી આગામી 13 ફેબ્રુઆરીએ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. અને આ માટે પાંચ સભ્યોની ચૂંટણી કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી આવતા સપ્તાહમાં ફોર્મ ભરવાથી લઇ તમામ તારીખવાર સાથે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે.

હિતેશ બગડાઈના અધ્યક્ષસ્થાને ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન વી.પી વૈષ્ણવે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે સમયસર ચૂંટણી યોજાય તે માટે કારોબારી સમિતિએ ફેબ્રુઆરીમાં નવી ટર્મ માટે ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે અને 13મી ફેબ્રુઆરીએ ચૂંટણી નક્કી કરવામાં આવી છે. ચેમ્બરના પૂર્વ પ્રમુખ એવા હિતેશ બગડાઈના અધ્યક્ષસ્થાને ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે.

ત્રણ સભ્યોની ચૂંટણી સમિતિ હોય છે
બંધારણની જોગવાઈ પ્રમાણે ત્રણ સભ્યોની ચૂંટણી સમિતિ હોય છે અન્ય બે સભ્યોમાં સુનિલ શાહ તથા એડવોકેટ વારોતરીયા રહેશે જ્યારે રામભાઈ બરછા અને પરસોતમ પીપળીયા આમંત્રિત સભ્ય તરીકે સમિતિમાં રહેશે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન વી.પી વૈષ્ણવ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન વી.પી વૈષ્ણવ

આ વખતે માત્ર એક્સ્ચ્યુલ મતદારો જ છે
ચેમ્બર ઓફ કોમર્સમાં નવી ચૂંટણી માટે 1802 મતદારો છે. ગત ચૂંટણીમાં 4500 જેટલા મતદારો થયા હતા. પરંતુ તે વખતે સેંકડો મતદારો ઉમેરાયા હતા આ વખતે માત્ર એક્સ્ચ્યુલ મતદારો જ છે અને મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તેવી પ્રતિબધ્ધતા છે. 10મી તારીખે વર્તમાન કારોબારી સમિતિની આખરી બેઠક યોજાશે અને તેમાં ચૂંટણી સમિતિને ચાર્જ સોંપી દેવામાં આવશે.

ચૂંટણી ટાળવાના પ્રયાસો કરવામાં આવ્યા
ચેમ્બર ઓફ કોમર્સની વર્તમાન કારોબારી સમિતિમાં કોઇ સ્વેચ્છાએ ચૂંટણી લડવાની ના પાડે તો અલગ વાત છે અન્યથા વર્તમાન બોડી ઝુકાવશે. કોઇ હરિફ પેનલ ઉભી થાય તો સૌપ્રથમ સર્વસંમતિના પ્રયત્નો કરીને ચૂંટણી ટાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં ચૂંટણી કરવાની થાય તો વર્તમાન બોડી લડી લેવા માટે તૈયારી દાખવી છે.

કામગીરીને ધ્યાને લઈને મત અપાશે
છેલ્લા ત્રણ વર્ષની ટર્મમાં વર્તમાન બોડીએ કોરોના કાળમાં વેપારીઓને વેપાર-ધંધા શરુ કરાવવાથી માંડીને જીએસટી સહિતના અનેકવિધ પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો છે. તેને ધ્યાનમાં લેતા આગામી ચૂંટણીમાં મતદારો વર્તમાન બોડીની કામગીરી તથા કાર્યક્ષમતાને નજરમાં રાખીને જ મત આપશે તે નિશ્ચિત છે. પત્રકાર પરિષદમાં ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, મંત્રી નૌતમભાઈ બારસીયા ઉપરાંત શિવલાલ બારસીયા, અતુલ કામાણી, નિલેશ ભાલાણી, ગિરીશ પરમાર સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

2010માં જ મંજૂરી મળી ગઇ હતી
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે એવો દાવો કર્યો હતો કે રાજકોટને એરપોર્ટથી માંડીને અનેકવિધ સુવિધાઓ અપાવવામાં વેપારી મહાજને મુખ્ય ભાગ ભજવ્યો છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટને લાગે વળગે છે ત્યાં સુધી 2010માં જ મંજૂરી મળી ગઇ હતી છતાં કામગીરી આગળ ધપતી ન હતી. ચેમ્બર ઓફ કોમર્સે જ સમગ્ર બીડુ ઝડપ્યું હતું અને કામ શરુ થાય તે માટે છેવટ સુધીના પ્રયત્નો કરીને સ્વપ્ન સાકાર કરાવવામાં સિંહફાળો આપ્યો છે.

10મી તારીખે વર્તમાન કારોબારી સમિતિની આખરી બેઠક યોજાશે
10મી તારીખે વર્તમાન કારોબારી સમિતિની આખરી બેઠક યોજાશે

વેપારી જગતને રાહત અપાવવામાં આવશે
આ સિવાય ત્રણ વર્ષ પૂર્વે માત્ર ત્રણ ફલાઈટ ઉડતી હતી અત્યારે 10થી વધુ વિમાનોની આવન-જાવન થાય છે. એરપોર્ટ સિવાય રેલવેના ડબલ ટ્રેક કાર્યમાં પણ ચેમ્બર ઓફ કોમર્સની ભુમિકા ચાવીરુપ રહી છે. આ કામ નિયમિત રીતે આગળ વધે તે માટે વેપારી મહાજન સતત વોચ રાખી જ રહ્યું છે. જીએસટીના પ્રશ્નો, નિકાસકારોની સમસ્યાઓ વગેરેના 63 જેટલા મહત્વના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા છે. હજુ પ્રોફેશનલ ટેક્સનો પ્રશ્ન અટકેલો છે તે પણ ઉકેલાઇ જશે. ગમે તે ભોગે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરાવીને વેપારી જગતને રાહત અપાવવામાં આવશે.

63 પ્રશ્નોનો નિવેડો લાવવામાં આવ્યો છે
ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન 63 પ્રશ્નોનો નિવેડો લાવવામાં આવ્યો છે. હજુ કન્ટેનર ડેપો વગેરે પ્રશ્નો ઉભા છે. તેના માટે પણ સતત પ્રયત્નો કરવામાં આવી જ રહ્યા છે. નવા રેસકોર્સ પાસે કન્વેન્શન સેન્ટર માટે જમીનની માંગ રજૂ કરી દેવામાં આવી છે. નવી મોટી જીઆઈડીસી માટે પણ રજૂઆત કરવામાં આવી છે. હોદેદારો વખતોવખત ગાંધીનગરર જઇને પણ સરકાર પાસે સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્નો કરતા જ રહે છે.

ત્રણેય સંગઠનોની સંયુક્ત બેઠક બે વખત થઇ ગઇ છે
રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ ઉપરાંત ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ સહિત ત્રણ વેપારી સંગઠનો છે. આ ત્રણેય સંગઠનની મર્જ કરીને એક મહાસંગઠન ઉભું કરવાની દિશામાં પ્રયત્નો શરુ કરવામાં આવ્યા હોવાનું વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, ત્રણેય સંગઠનોની સંયુક્ત બેઠક બે વખત થઇ ગઇ છે અને મર્જરના એજન્ડા પર જ વાતચીત કરવામાં આવી છે. ત્રણેય સંગઠનોના બંધારણીય જોગવાઈને લક્ષમાં રાખીને સમગ્ર કવાયત શરુ કરવામાં આવી છે.

રાજકોટ-સૌરાષ્ટ્રનો અવાજ રાષ્ટ્રીય સ્તરે ઉઠાવી શકાશે
વધુમાં જણાવ્યું હતું કે, માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રનો અવાજ દિલ્હી સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે મહાસંગઠન અનિવાર્ય છે. અને વધુ અસરકારક રીતે રાજકોટ-સૌરાષ્ટ્રનો અવાજ રાષ્ટ્રીય સ્તરે ઉઠાવી શકાશે છતા ત્રણેય સંગઠનોો એક છત્ર હેઠળ આવે તો વધુ અસરકારક રીતે વિવિધ પ્રશ્નોને રજૂ કરી શકાય એટલું જ નહીં ત્રણેય સંગઠનોના જુદા-જુદા ક્ષેોત્રોના નિષ્ણાંતોની પણ એકબીજાને મદદ મળે અને વિવિધ સમસ્યાઓમાં પૂરક પૂરવાર થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...