બેઠક:રાજકોટના ઉદ્યોગપતિઓ આવતા સપ્તાહે દિલ્હીમાં નાણામંત્રીને મળશે

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતીવાડીમાં ઉપયોગી પંપ પર 6 ટકા વધારાનો ટેક્સ નાખતા ખેડૂતો, ઉદ્યોગકારો બન્ને પર અસર

જીએસટીની કાઉન્સેલિંગની મળેલી બેઠકમાં તાજેતરમાં અનેક ચીજવસ્તુ પર નવો ટેક્સ દર નક્કી કરવામાં આવ્યા છે. ખેતીવાડી માટે ઉપયોગી પંપ પર ટેક્સ દર 12 માંથી 18 ટકા કરવામાં આવ્યો છે. ટેક્સ દરમાં વધારો આવતા નાના ઉદ્યોગકારો પર આર્થિક ભારણ વધી ગયું છે. જે અંગે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અને પંપ ઉત્પાદકો દિલ્હીમાં નાણામંત્રી સાથે બેઠક કરશે.આ અંગે વધુ માહિતી આપતા પંપ ઉત્પાદક એસોસિએશનના નરેન્દ્રભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું કે, નવા ટેક્સ દરથી ઉત્પાદકો પર 6 ટકાનો બોજ આવશે.

રાજકોટ એ પંપ ઉત્પાદક માટે મોટું હબ ગણાય છે. ટેક્સ દર વધવાને કારણે ખેડૂતો, જોબવર્ક કરતા સંચાલકો, ઉત્પાદકો પર તેની અસર આવશે. જેથી આ ટેક્સ દર વધારો પાછો ખેંચવો જરૂરી છે. તેવી માંગ ઊઠી છે. આ અંગે સ્થાનિક રજૂઆત કરાયા બાદ નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

જો આ ટેક્સ દર પરત ખેંચવામાં નહિ આવે તો રોજીરોટી અને ઉત્પાદન પર સૌથી મોટી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. ટેક્સ દર વધવાને કારણે ઉદ્યોગકારોએ હાલમાં લાંબા ગાળાના ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે અને જે ચાલુ ઓર્ડર છે તે પૂરા કરવામાં આવી રહ્યા છે. પંપ ઈન્ડસ્ટ્રીઝથી રાજકોટ અને આજુબાજુના 1 લાખથી વધુ લોકોને રોજીરોટી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...