તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન છેતરપિંડી:ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા રાજકોટના વેપારીનું મેઇલ ID હેક કરી 21 લાખ પોર્ટુગલના લિસ્બન શહેરની બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા, સાયબર સેલે પાછા અપાવ્યા

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • રાજકોટના વાવડી ગામના વેપારી એર કૂલિંગના સ્પેરપાર્ટસ ચાઇનીઝ કંપની પાસેથી ખરીદતા હતા
  • વેપારીનું ઇ-મેઇલ ID હેક કરી નાણા મળ્યા નથી તેવો ખોટો મેઇલ કરી લિસ્બનની બેંકમાં નાણા જમા કરાવી દીધા

રાજકોટના વાવડી ગામે રાજ એર કૂલિંગના નામે એર કૂલિંગના સ્પેરપાર્ટસનો વેપાર કરતા સંદિપભાઇ પ્રવીણભાઇ સાકળેચા ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. સંદિપભાઇ ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા હતા. તેના નામે હેકરે સંદિપભાઇનું મેઇલ ID હેક કરી પેમેન્ટ મળ્યું નથી તેવો વળતો મેઇલ કરી બીજા એકાઉન્ટ નંબરમાં રૂપિયા ટ્રાન્સફર કરો તેવું જણાવ્યું હતું. આ બેંક અકાઉન્ટ પોર્ટુગલ દેશના લિસ્બન શહેરની નોવા બેંકા નામની બેંકનું હતું તેમાં સંદિપભાઇએ 21 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા સાઇબર સેલમાં ફરિયાદ કરતા PI બી.એમ. કાતરીયા સહિતની ટીમે તાત્કાલિક મેઇલ કરી 21 લાખ પાછા અપાવ્યા હતા.

સંદિપભાઇ નાણાકીય લેવડ દેવડ સ્‍વીફ્ટ મોડ પેમેન્‍ટથી કરતાં હતા
સંદિપભાઇ પોતાની રાજ કૂલિંગ કંપની મારફત એર કૂલિંગના સ્‍પેર પાર્ટસનો ધંધો ચાઇનીઝ કંપની પાસેથી ઇન્‍ટરનેશનલ ટ્રેડિંગથી કરતા હતાં. આ કંપની સાથે તેઓ વારંવાર ઇમ્‍પોર્ટ એક્‍સપોર્ટની નાણાકીય લેવડ દેવડ સ્‍વીફ્ટ મોડ પેમેન્‍ટથી કરતાં હતાં. 20 જાન્યુઆરીના રોજ રાજ કૂલિંગ દ્વારા US ડોલર 28521 (ભારતીય ચલણ રૂ. 21 લાખ) ચાઇનીઝ કંપનીના એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરી હતી. આ કંપનીના ઇ-મેઇલ આઇડીને એક હેકરે હેક કરી મળતા નામવાળુ ઇ-મેઇલ આઇડી બનાવી રાજ કૂલિંગ કંપનીને મેઇલ કરીને જણાવ્યું કે અમારી કંપનીને પેમેન્‍ટ મળ્યું નથી.

છેતરપિંડી થઇ હોવાની શંકા જતા સાયબર સેલને જાણ કરી
આવું સંદિપભાઇને કહીને નવું બેંક એકાઉન્‍ટ પોર્ટુગલ કંપનીના લિસ્‍બન શહેરના નોવાબેંકા નામની બેંકનું આપ્યું હતું. આથી વેપારીએ તેમાં 21 લાખ જમા કરાવ્‍યા હતાં. પરંતુ બાદમાં છેતરપિંડી થયાની ખબર પડતાં સાયબર સેલમાં જાણ કરતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશથી PI બી. એમ. કાતરીયા અને PSI જે. કે. ગઢવીએ તપાસ શરૂ કરી હતી. તેમજ અરજદારને સાથે રાખી સંલગ્ન તમામ બેંકને તાત્‍કાલિક ઇ-મેઇલ કરી નાણા પરત અપાવવા પ્રયાસો કર્યા હતાં. અંતે 5 ફેબ્રુઆરીના રોજ છેતરાયેલા સંદિપભાઇને 21 લાખ રૂપિયા પરત મળી ગયા હતા.

સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો

  • જ્યારે પણ કોઇ ઇન્‍ટરનેશનલ કંપની સાથે ટ્રેડિંગ કરતાં હો ત્‍યારે કંપની ખરેખર હયાત છે કે કેમ તેની પુરતી માહિતી મેળવી લેવી.
  • ઇન્‍ટરનેશનલ ટ્રેડિંગ કંપની ભારતમાં ઇમ્‍પોર્ટ એક્‍સપોર્ટ કરે છે કે કેમ તેની વિગતો ઓનલાઇન વેબ પોર્ટલ ઇન્‍ડિયન ટ્રેડ પોર્ટલ પરથી જાણી શકો છો.
  • આવી કંપનીની ઓનલાઇન વેબસાઇટ હોય તો તે વેબસાઇટ ઉપર જઇને તેના ઇ-મેઇલ આઇડી તથા કોન્‍ટેક્‍ટ નંબર વેરીફાઇ કરી લેવા.
  • જ્યારે પણ તમે ઇ-મેઇલ મારફત વ્‍યવહાર કરતાં હો ત્‍યારે હમેંશા ઇ-મેઇલ વેરીફાય કરી લેવું કે એ જ ઇ-મેઇલ આઇડી છે કે કેમ.
  • નાણાકીય લેવડ દેવડ કરતાં પહેલા બેંક એકાઉન્‍ટ વેરીફાય કરીને રિસીવર કંપનીનું એપ્રુવલ લઇને જ પેમેન્‍ટ કરવું. તથા પેમેન્‍ટ થઇ ગયા બાદ રિસીવર કંપનીને પેમેન્‍ટ મળી ગયું છે કે કેમ? તેની ખાત્રી કરી લેવી.
  • યુસીપીડીસી 600 ફેડાઇ-આબીઆઇએલસી ઇન્‍ટરનેશનલ ચેમ્‍બર ઓફ કોમર્સ તથા બેંકિંગ નોર્મ્‍સ મુજબ યુસીપીડીસી-600 લેટર ઓફ ક્રેડિટ ઉપર નાણાકીય લેવડ દેવડ કરવી હિતાવહ છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો