તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, રાજકોટમાં જૂન મહિનામાં 8.49 ઈંચ વરસાદ, આ વર્ષે ચોમાસું ખુબ સારું રહેશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ચોમાસાના પ્રારંભથી જ વરસાદ સતત હાથતાળી આપી રહ્યો છે, પરંતુ સામે જે સમયે વરસે છે ત્યારે ગણતરીની મિનિટોમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પડી જાઈ છે. ત્યારે શુક્રવારની સ્થિતિને ધ્યાને લેતા રાજકોટ શહેરમાં 8.49 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને વાવણીલાયક વરસાદ પણ પડી ચૂક્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જો વરસાદ 27 સુધીમાં જોઈતા પ્રમાણમાં નહિ પડે તો અમુક ગામમાં બિયારણ બળી જવાની સંભાવના છે.

જૂન માસની શરૂઆતમાં ખેડૂતો દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે વાવણી કરી છે. બીજી તરફ હવામાન વિભાગના અધિકારી દ્વારા એ વાતની આગાહી કરવામાં આવી છે કે, વરસાદે છેલ્લા 5 વર્ષનો જૂન માસનો રેકોર્ડ તોડ્યો છે અને ચાલુ વર્ષનો વરસાદ પણ સારો રહેશે. આંકડાકીય માહિતી મુજબ વર્ષ 2017ના જૂન માસમાં 194 એમએમ એટલે 7.76 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારે ચાલુ જૂન માસની 25મી તારીખની સરખામણીએ 8.49 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હજુ પણ વરસાદી આંકડો વધુ થાય તેવી આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગના ઇન્ચાર્જ મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગયા વર્ષે ખુબ જ સારો વરસાદ જૂન માસમાં છેલ્લી તારીખમાં નોંધાયો હતો, ત્યારે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા પણ વધુ સારું રહેવાની આગાહી કરવામાં આવેલી છે.

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ વર્ષનું ચોમાસું ખુબ જ સારું રહેશે અને વરસાદ વરસવા માટે જે સાનુકુળ પરિસ્થિતિ હોવી જોઈએ તે ન્યુટ્રલ હોવાથી આ વર્ષે ચોમાસું સારું રહેશે. સામે ગત વર્ષના વરસાદમાં કઈ સિસ્ટમ સક્રિય હતી, ચાલુ વર્ષે કઈ સિસ્ટમ સક્રિય થઇ છે તેનો અંદાજ જુલાઈના પ્રથમ સપ્તાહમાં આવી શકે તેમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ગત વર્ષે જૂનમાં અલ-નીનોની અસર જોવા મળી હતી, જેના પગલે વરસાદ બીજા મહિનાઓમાં ખેંચાયો હતો, ત્યારે આ વર્ષે હાલ કોઈ અસર દેખાતી નથી.

પાંચ વર્ષમાં રાજકોટમાં જૂન માસમાં પડેલો વરસાદ (25 જૂન 2021ની સ્થિતિએ)

વર્ષપડેલો વરસાદ (ઇંચમા)
20160.72 ઇંચ
20177.76 ઇંચ
20182.48 ઇંચ
20192.4 ઇંચ
20202.36 ઇંચ
20218.49 ઇંચ
અન્ય સમાચારો પણ છે...