યુપી સર કરવા મેદાને:રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા ઉત્તરપ્રદેશ પહોંચ્યા, યોગી સરકારના કામોનો પ્રચાર કરી લોકોને ભાજપ તરફ વાળવા પ્રયત્ન કરશે

રાજકોટએક મહિનો પહેલા
કશ્યપ શુક્લ (ડાબી બાજુથી પહેલા), ધનસુખ ભંડેરી (વચ્ચે) અને જૈમિન ઠાકર (જમણી બાજુ).
  • રાજકોટના કશ્યપ શુક્લને રાયબરેલીમાં 6 બેઠકની જવાબદારી આપવામાં આવી

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે દેશભરમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યા છે. ત્યારે રાજકોટમાંથી દિગ્ગજ નેતાઓ તરીકે રામ મોકરિયા, ધનસુખ ભંડેરી, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ અને જૈમિન ઠાકરની પસંદગી કરવામાં આવી છે. રાજકોટ ભાજપના નેતાઓ ઉત્તરપ્રદેશ પહોંચી ગયા છે. યોગી સરકારના કામોનો પ્રચાર કરી લોકોને ભાજપ તરફ વાળવા પ્રયત્ન કરશે.

વિપક્ષોનો સફાયો કરવા રણનીતિ ઘડી
આ તમામ નેતાઓ સ્થાનિક અગ્રણીઓ સાથે મળીને વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો કરવા રણનીતિ ઘડી આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશનાં વિવિધ જિલ્લા-તાલુકાઓમાં ભાજપનો પ્રચાર કરશે. જેમાં સફળતા મળ્યા બાદ આ પૈકી અમુક નેતાઓને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મળે તેવી ચર્ચાઓ પણ હાલ ભાજપનાં આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.

રાજકોટના નેતાઓ સ્થાનિક નેતાઓ સાથે મળી પ્રચારમાં જોડાયા.
રાજકોટના નેતાઓ સ્થાનિક નેતાઓ સાથે મળી પ્રચારમાં જોડાયા.

રાજકોટના નેતાઓને અવધ ક્ષેત્રની 71 બેઠકની જવાબદારી સોંપાઈ
ઉત્તરપ્રદેશમાં કુલ 420 બેઠક છે. જેમાં અવધ ક્ષેત્રની 71 બેઠક ઉપર ભાજપની સ્થિતિ નબળી ગણાય છે. આ સિવાય રાયબરેલીમાંથી કોંગ્રેસનાં સોનિયા ગાંધી સાંસદ તરીકે ચૂંટાયા હોવાથી આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ત્યારે રાજકોટ ભાજપના અમુક નેતાઓને અવધ ક્ષેત્રની જ્યારે કશ્યપ શુક્લને રાયબરેલીમાં 6 બેઠકની જવાબદારી આપવામાં આવી છે.

રાજકોટના નેતાઓ એક અઠવાડિયું ઉત્તરપ્રદેશમાં પ્રચાર કરશે.
રાજકોટના નેતાઓ એક અઠવાડિયું ઉત્તરપ્રદેશમાં પ્રચાર કરશે.

એક અઠવાડિયું પ્રચાર કરી ફરી ગુજરાત આવશે
સાથે જ અમુક નેતાઓને અયોધ્યા, ગોંડા, બરેલી સહિતના વિસ્તારોમાં ભાજપને જંગી બહુમતી સાથે વિજેતા બનાવવા મેદાને ઉતર્યા છે. આ બધા નેતાઓ સપ્તાહ સુધી યુપીમાં પ્રચાર કર્યા બાદ ફરી ગુજરાત આવશે અને અહીંથી ઘટતી તૈયારીઓ કરીને ફરીથી ઉત્તરપ્રદેશમાં મુકામ કરશે.

રાજકોટના નેતાઓ લોકોને ભાજપ તરફી વાળવા પ્રયાસ કરશે.
રાજકોટના નેતાઓ લોકોને ભાજપ તરફી વાળવા પ્રયાસ કરશે.

રાજકોટના 5 નેતાઓ ઉત્તરપ્રદેશ ગજવશે
રાજકોટ ભાજપની ટીમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ભાજપ બક્ષીપંચ મોરચા-ગુજરાતના મંત્રી ઉદય કાનગડ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કશ્યપ શુક્લ અને કોર્પોરેટર જયમીન ઠાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ સહિત ગુજરાત ભાજપના 24 નેતાઓ પક્ષને જીતાડવા એડીચોટીનું જોર લગાવશે.

કશ્યપ શુક્લને રાયબરેલીમાં 6 વિધાનસભા બેઠકની જવાબદારી સોંપાઈ
રાજકોટના નેતાઓના જણાવ્યા પ્રમાણે ઉત્તરપ્રદેશમાં 420 બેઠક છે જેમાંથી 71 બેઠકની જવાબદારી અમને મળી છે. અહીં ભાજપને ઓછી સીટ મળતી હોવાથી તેમાં વધારો કરવાની કામગીરી અમારે કરવાની રહેશે. કશ્યપ શુક્લને રાયબરેલીમાં 6 વિધાનસભા બેઠકની જવાબદારી સોંપાઈ છે. આ બેઠક પરથી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તે વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. આ ઉપરાંત અન્ય નેતાઓને અયોધ્યા, ગોંડા, બરેલી સહિતના વિસ્તારોમાં ભાજપને જીતાડવાની જવાબદારી સોંપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...