તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પ્રચાર:રાજકોટમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું- મોદી પ્રત્યે નફરત એટલી વધી ગઇ છે કે કોંગ્રેસ પાર્ટી ચાયવાળાથી નારાજ હતી અને હવે તમામ ગુજરાતીની ‘ચા’થી નારાજ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાનીની સભા. - Divya Bhaskar
રાજકોટમાં ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાનીની સભા.
  • સ્મૃતિ ઇરાની મોડા પડતા મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણી ખુલ્લી જીપમાં સવાર થઇ રેલી યોજી
  • વોર્ડ નં.7માં સ્મૃતિ ઇરાની જનસંપર્ક કરી મતદારોની રીઝવવા પ્રયાસ કર્યો, સભા પણ ગજવી
  • ગાંધી પરિવારે સરદાર ને કિનારે કર્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યથોચિત સમ્માન આપ્યું છે.
  • જો કોવિડમાં કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હોત તો શું વેક્સિનેશનેશન આટલું ઝડપી થયું હોત !

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે બુધવારે રાજકોટ મનપાના ઉમેદવારોના સમર્થનમાં ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાની રાજકોટ આવ્યા છે.કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, મોદી પ્રત્યે નફરત એટલી વધી ગઇ છે કે, પહેલા કોંગ્રેસ પાર્ટી ચાયવાળાથી નારાજ હતી અને હવે તમામ ગુજરાતીની ચાથી નારાજ છે. ગાંધી પરિવારે સરદાર ને કિનારે કર્યા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યથોચિત સમ્માન આપ્યું છે

ગુજરાતનું અપમાન કરવામાં કોંગ્રેસ પાર્ટી કંઇ બાકી રાખ્યું નથી
સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કર્યા હતા. એક વખત જીત્યા જો અમેઠીથી હારી ગયા. નરેન્દ્ર મોદીને હંમેશા નફરની નજરોથી જુએ છે. જેના જમાઇ જમીન ઝડપી લે તેના હાથ ખિસ્સામાં ન હોય તો ક્યાં હોય,ગુજરાતનું અપમાન કોંગ્રેસ પાર્ટી માટે નવું નથી. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતનો તિરષ્કાર કરવાનું બાકી રાખ્યું નથી. આજે હું આંકડા સાથે કહું છું કે, કેન્દ્રની કોંગ્રેસ સરકારે ફાયનાન્સ કમિશનની ગ્રાન્ટ 6400 કરોડની આસપાસ દીધી હતી. જ્યારે નરેન્દ્રભાઇની સરકાર બની ત્યારે 2014થી 2021 સુધીમાં 25 હજાર કરોડ રૂપિયા આપ્યા છે.સરદાર ની મૂર્તિ બનવાની વાત કરી ત્યારે કોંગ્રેસે વાંધો ઉપાડ્યો, જેમના પરિવારના નામ પર એરપોર્ટ બન્યા ત્યારે તેમને વાંધો નહોતો.દેશના 10 કરોડ પરિવારને શૌચાલય મળ્યા છે જયારે 30 કરોડ હિન્દુસ્તાનીઓને કેન્દ્રની કોંગ્રેસ સરકારે શૌચાલય વગર રાખ્યા હતા. 80 કરોડ નાગરિકોને નરેન્દ્રભાઈની સરકારે કોવિડમાં રાશન આપ્યું છે, જો કોવિડમાં કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હોત તો શું વેક્સિનેશનેશન આટલું ઝડપી થયું હોત !

સભા પહેલા ભાજપે રેલી યોજી
શહેરના ત્રિકોણબાગ ખાતે તેમની રેલી યોજાઇ તે પહેલા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. કોરોના મહામારીમાં ભાજપના કાર્યકરો દો ગજ કી દૂરીનું ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. સ્મૃતિ ઇરાની મોડા પડતા તેની જગ્યાએ અંજલીબેન ખુલ્લી જીપમાં સવાર થઇ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. રેલીમાં ટ્રાફિકના નિયમો નિયમો નેવે મૂકાયા હતા. તેમજ એક મહિલાને ચક્કર આવતા કાર્યકરોએ ઠંડું પાણી પીવડાવતા સ્વસ્થ થયા હતા.

સ્મૃતિ ઇરાનીએ રાજકોટમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.
સ્મૃતિ ઇરાનીએ રાજકોટમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.

ભાજપની રેલીમાં ટ્રાફિકના નિયમો નેવે મૂકાયા
રાજકોટના વોર્ડ નં.7માં ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રચારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી જોડાયા છે. સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાની મોડા પડતા ભાજપની રેલી શરૂ કરવામાં આવી છે. સ્મૃતિ ઇરાની મોડા પડતા તેમની જગ્યાએ અંજલીબેન રૂપાણી ખુલ્લી જીપમાં બેસી રેલીનો પ્રારંભ કરાવ્યો છે. રેલીમાં ટ્રાફિકના નિયમો પણ નેવે મૂકાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપ રોંગ સાઇડમાં રેલી યોજી રહી છે.

રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા.
રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા.

CMને કોરોના આવ્યાને બે દિવસ થયા છતાં ભાજપ નિયમો પાળતું નથી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બે દિવસ પહેલા જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે રાજકોટમાં ભાજપના સ્ટાર પ્રચારકના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. રાજકોટની હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓને પણ રોડ શોમાં ભાગ લેવાનું કોલેજના પ્રિન્સિપાલ તરફથી દબાણ કરવામાં આવ્યાનું પણ ચર્ચાઇ રહ્યું છે. કોલેજને ગ્રાન્ટ આપી હોવાથી પ્રિન્સિપાલે રોડ શોમાં હાજર રહેવા દબાણ કરાયાનું વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.

ત્રિકોણબાગ ખાતે એકત્ર થયેલા કાર્યકરો.
ત્રિકોણબાગ ખાતે એકત્ર થયેલા કાર્યકરો.

મોટાભાગના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યાં
રાજકોટના ત્રિકોણબાગ ખાતે એકત્ર થયેલા રાજકોટ ભાજપના કાર્યકરોમાંથી મોટાભાગના માસ્ક વગર જોવા મળ્યાં હતા. રાજકોટના વોર્ડ નં.7માં સ્મૃતિ ઇરાની પ્રચાર કરે તે પહેલા વિદ્યાર્થીઓની હાજરીને લઇને રાજકારણ ગરમાયું છે.

મોટી સંખ્યામાં મહિલાઓ પણ રેલીમાં જોડાઇ.
મોટી સંખ્યામાં મહિલાઓ પણ રેલીમાં જોડાઇ.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો