રાજનીતિ:રાજકોટ ભાજપ ચૂંટણી મોડ પર: ડિજિટલ સંપર્ક કરશે, આજે વ્યક્તિગત સંપર્ક સહિતના કાર્યક્રમો

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોર્પોરેશનની ચૂંટણી જો ચૂંટણીપંચ મુદ્દતમાં વધારો ન કરે તો ઓક્ટોબર માસ બાદ કોઇપણ સમયે યોજાઇ શકે છે. જેના પગલે રાજકોટ ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. મોદી સરકારની બીજી ટર્મના એક વર્ષ પૂર્ણ થવા પર ‘વ્યક્તિગત સંપર્ક, ડિજિટલ સંપર્ક, વર્ચ્યુઅલ સંદાવ’ સહિતના વિવિધ કાર્યક્રમ થકી કાર્યકર્તાઓને સક્રિય કરવા અને લોકોનો સંપર્ક કરવાનું આયોજન કર્યું છે. 30 મેના રોજ મોદી સરકારને એક વર્ષ પૂર્ણ થાય છે. તેથી શહેર ભાજપે વ્યક્તિગત સંપર્ક, ડિજિટલ સંપર્ક સહિતના કાર્યક્રમોનુ આયોજન કર્યું છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને લખાયેલા પત્ર આત્મનિર્ભર ભારત સંકલ્પ, કોરોના સંક્રમણથી બચવા જરૂરી ઉપાયો, તંદુરસ્ત રહેવા માટે સારી આદતોનો સંકલ્પ કરાવવો, મોદી સરકારની યોજનાઓની માહિતી આપવા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, સહ ઇન્ચાર્જ તરીકે વિરેન્દ્રસિંહ ઝાલાની નિયુક્તિ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...