ફરિયાદ:ભાજપના MLA અરવિંદ રૈયાણી પર રાહત રસોડામાં મસાલો ખાઈ થૂંક્યાનો આક્ષેપઃ વીડિયો વાઈરલ થતા કહ્યું મેં શાક ચાખ્યું હતું, પછી દંડ ભર્યો

રાજકોટ2 વર્ષ પહેલા
સર્કલમાં ધારાસભ્ય થૂંકતા નજરે પડી રહ્યા છે
  • હું કોઇ જગ્યાએ થૂંક્યો નથી, ફેસબુકમાંથી ફોટા લઇ કોઇએ મુકેલા છે: MLA રૈયાણી
  • DivyaBhaskarએ વીડિયો મોકલ્યા પછી રૈયાણીએ ફેરવી તોળ્યું અને કહ્યું શાક ચાખ્યું હતું

સામાકાંઠા વિસ્તારમાં રાહત રસોડામાં રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી મસાલો ખાતા હોય અને થૂંકતા હોય તેવો આક્ષેપ કરતો વીડિયો વાઇરલ થયો હતો.  અરવિંદ રૈયાણી સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ પણ જોવા મળી રહ્યા છે. અરવિંદ રૈયાણી માસ્ક ઉતારી થૂંકતા નજરે પડે છે. સામાન્ય લોકો માટે મસાલો ખાવા પર આજથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ધારાસભ્યને મસાલો ક્યાંથી મળી રહે છે? ખુદ ધારાસભ્ય જ પોતાના મુખ્યમંત્રીની સુચનાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. જો કે મીડિયામાં મામલો ચગતા અરવિંદ રૈયાણીએ રૂ.500નો દંડ ભર્યો હતો.

દંડની પાવતી સાથે ધારાસભ્ય અરવિંદ રૈયાણી
દંડની પાવતી સાથે ધારાસભ્ય અરવિંદ રૈયાણી

અરવિંદ રૈયાણી વીડિયો અંગે માનવા તૈયાર જ નહોતા

અરવિંદ રૈયાણીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વીડિયો વાઇરલ નથી થયો તે ફેસબુકમાંથી ફોટા લઇ મુકેલા છે.  વીડિયો હોય જ ન શકે. હું થૂંકતો ન હોવ તમે જોઇ લ્યો, મેં જોયું એટલે હું કહુ છું. હું ક્યાંય થૂંક્યો નથી કોઇ જગ્યાએ બરોબર.
 DivyaBhaskarએ વીડિયો મોકલ્યા પછી રૈયાણીએ ફેરવી તોળ્યું

DivyaBhaskarએ વીડિયો મોકલતા અરવિંદ રૈયાણીએ ફેરવી તોળ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે હા વીડિયો જોયો એ તો મીડિયાવાળા રસોડા માટે બાઇટ લેવા આવ્યા હતા એટલે મેં શાક ચાખ્યું હતું. મોઢામાં શા ક હોવાથી બોલી કેમ શકાય એટલા માટે મેં શાક મોઢામાંથી કાઢ્યું હતું. ક્યાં બાકી હું પાન મસાલા ખાતો નથી. આજે જ વિજયભાઈ રૂપાણીએ સંદેશો આપ્યો છે  હું આવું થોડું કરું. શરૂઆતમાં તો આ વીડિયો હોય જ નહીં એવું રટણ કર્યું હતું. વિડીયો મોકલ્યા બાદ તેણે ફેરવી તોળ્યું હતું.

અરવિંદ રૈયાણી અનેક વખત વિવાદમાં આવી ગયા છે

અરવિંદ રૈયાણી રાજકોટમાં અનેક વખત વિવાદમાં આવી ગયેલા છે. વિધાન સભાની ચૂંટણી સમયે તેઓએ દુકાનદારને માર માર્યાના સીસીટીવી સામે આવ્યા હતા. આ સિવાય મતદાન વખતે ભાજપનો ખેંચ પહેરી મત આપ્યો હતો. મતદાર યાદીમાં પણ તેના બે જગ્યાએ નામ બોલતા હતા. તાજેતરમાં જ તેણે કૌટુંબિક ભાઇને ધમકી આપતો ઓડિયોક્લિપ વાઇરલ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...