કોરોના વાઇરસ:રાજકોટમાં ધારાસભ્ય રૈયાણીએ ડોક્ટરને કહ્યું, ‘તું જાડી ચામડીનો માણસ છો, તને શું બીજાની ચિંતા હશે’

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્યએ મહિલા તબીબને ખખડાવી નાખ્યા
  • આને ખોટો ડોક્ટર બનાવી દીધો, આને કોને ડિગ્રી આપી દીધી: વીડિયોમાં બોલતા MLA
  • ધારાસભ્યએ તબીબો અને નર્સને ઉધડા લેતા સ્ટાફ એકત્ર થયો, વીડિયો વાઇરલ
  • ધારાસભ્યને ફરિયાદ મળી કે, આરોગ્ય કેન્દ્ર બંધ છે અને અંદર ડોક્ટર સહિતનો સ્ટાફ બેઠો છે

રાજકોટઃ સંતકબીર રોડ પર મનપાના આરોગ્ય કેન્દ્ર સંચાલિત કબીરવન આરોગ્ય કેન્દ્રમાં સિક્યુરિટી ગાર્ડ બારોબાર કેન્દ્ર બંધ હોવાનો દર્દીઓને જવાબ આપી રહ્યા છે તેવી ફરિયાદ ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મળતા રૈયાણી આરોગ્ય કેન્દ્ર પર ફરિયાદી મહિલા દર્દીને સાથે રાખી પહોંચ્યા હતા. આરોગ્ય કેન્દ્ર બહારથી બંધ હાલતમાં નજરે પડતા મ્યુનિસિપલ કમિશનરે ફોન કર્યો હતો. કમિશનરે નાયબ આરોગ્ય અધિકારી ડો.મનીષ ચુનારાને સ્થળ પર મોકલ્યા હતા. ડો.ચુનારાની હાજરીમાં રૈયાણીએ બેદરકાર સ્ટાફને તતડાવ્યો હતો.

તમામ વાતોના અંશ

રૈયાણી: આરોગ્ય કેન્દ્ર બંધ રાખ્યું છે સાચી વાત છે મહિલા કર્મચારી સુનિતાબેન: ના રૈયાણીને ફરિયાદ કરનાર મહિલા દર્દી: સાવ ખોટી વાત છે, એકય દવા નથી આપી રૈયાણી: આ તમે જે કરો છે તે બરોબર છે સુનિતાબેન: અમે તો માનવતા ખાતર કામ કરીએ છીએ રૈયાણી: તમારી માનવતા જોઇ છે, આવી જ માનવતા રાખજો એટલે લોકો મરી જાય, સુનિતાબેન: ના, ના અમે એવું કંઇ નથી કરતા રૈયાણી: તમે તો તમારા અધિકારી પાસે પણ ખોટું બોલો છો રૈયાણી : બીજા બેન કોણ છે તેને બેાલાવો, શું નામ તમારું, કાલે કેટલા દર્દીઓ તમારી પાસે આવ્યા હતા બીજા મહિલા કર્મચારી પૂજાબેન:  એ આંકડો ધ્યાન પર નથી રૈયાણી: એટલે કેટલા 200, 500, તમારી પાસે કંઇ લખેલું છે પૂજાબેન: મારી પાસે તે વિગત નથી રૈયાણી: તો અહીં તમારા ઘરના નિયમો ચાલે છે, ડોક્ટર છો અને આવું ખોટું કામ કરો છે, સિક્યુરિટીને કહી દો છો કે અંદર કોઇને આવવા ન દેતા, દવાખાનું બંધ છે, આવું ચાલે પૂજાબેન: ના રૈયાણી: આ તમારા ડોક્ટર ખોટું બોલે છે ને, તમારે બચવું હોય તો સાચું બોલી જાવ, આ ડોક્ટર જાડી ચામડીનો માણસ છે, આને તેના ઘરની ચિંતા નહીં હોય, બીજાની શું ચિંતા હશે, આને કોણે ડોક્ટર બનાવી દીધો, કોણે ડિગ્રી આપી દીધી, ડોક્ટર એટલે ભગવાન કહેવાય, અત્યારે ડોક્ટરો કેવી રીતે કામ કરે છે તે જોવો ડો. હેમાંગ: નાયબ આરોગ્ય અધિકારી સાથે ગઇ કાલે જ સાથ હતા. રૈયાણી: કેટલીવાર સાથે હતા, તમે રહેવા દો તમે એકદમ ખોટા માણસ છો ડો.હેમાંગ: સર અમે અહી સર્વિસ કરીએ છીએ,  રૈયાણી: છોડને ભાઇ ખબર છે તું અહીં કેવી સર્વિસ કરશ, બહેનો ઊભા છેને તું રહેવા દે, તારું સુપરવિઝન કરી નાખીશ.

નર્સને પણ ઉધડા લઇ લીધા
મહિલા નર્સને ધારાસભ્ય પૂછી રહ્યા છે કે દર્દીઓ કહી રહ્યા છે કે તમે હોસ્પિટલ બંધ રાખ્યું છે તે સાચી વાત છે. ત્યારે મહિલા નર્સ પણ સહજતાથી સ્વીકારે છે કે હા બંધ રાખ્યું છે. બાદમાં ધારાસભ્ય કહે છે કે તમે કરો છો તે બરોબર કરો છો. તો નર્સ કહે છે કે, ના અમે તો માનવતાના ધોરણે કરીએ છીએ. બાદમાં ધારાસભ્ય બોલે છે કે હા તમારી માનવતા જોઇ લીધી આજે હું બીજીવાર આવ્યો છું. તમે આવીને આવી માનવતા રાખજો એટલે લોકો મરી જાય. આથી નર્સ કહે છે કે ના ના અમે એવું કરતા જ નથી. ત્યારબાદ મહિલા તબીબને કહે છે કે તમે અંદર ગૂરછૂપ કર્યા રાખો છો.

મહિલા તબીબને ઉધડા લીધા
બીજા તબીબ પૂજાબેન સાથે વાત કરે છે.  ધારાસભ્ય કહે છે કે પૂજાબેન અહીં તમારા ઘરના રૂલ્સ ચલાવો છો. તમે ગઇકાલે કેટલા દર્દીને તપાસ્યા હતા તો તબીબ ચૂપ થઇ ગયા હતા. બાદમાં ધારાસભ્ય આકારાપાણીએ  કહ્યું હતું કે, તમે બધા શું કરો છો તે બધાને ખબર છે આજુબાજુના બધાને. ડોક્ટર ઉઠીને આવું કામ કરો છો. આ તમને શોભા દે છે. ડોક્ટર છે તે લોકોને જીવાડવા માટે છે. તમે અંદર ગૂરછૂપ કર્યા રાખો છો. આ તમારા ડોક્ટર છે તે ખોટુ બોલે છે ને. તો પૂજાબેન હા પાડે છે. તમારે બચવું હોય તો સાચુ બોલી જાવ. આનું પૂરૂ કરો ભલે તાળુ મારવું પડે આજની તારીખમાં. બાદમાં મુખ્ય ડોક્ટરને ઉધડા લઇ કહે છે કે, આ જાડી ચામડીનો માણસ છે. આને તેના ઘરનાની પણ નહીં પડી હોય.
આને ખોટો ડોક્ટર બનાવી દીધો. આને કોને ડિગ્રી આપી દીધી. ડોક્ટર એટલે ભગવાન કહેવાય. ભગવાન પણ તમને માફ નહીં કરે. અરવિંદ રૈયાણીએ વીડિયો મુદ્દે મીડિયાને જણાવ્યું હતું કે, સંતકબીર રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્રમાં લોકોને દવા આપતા ન હતા તેવી ફરિયાદ મળી હતી.આરોગ્ય કેન્દ્ર બંધ છે કહી સ્ટાફ લોકોને જવાબ ન આપતો હતો. સારવાર લેતા લોકોએ જણાવતા હું ત્યાં ગયોને સ્ટાફને આવું ન કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...