તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ ભાજપનો સંકલ્પ પત્ર:આગામી 5 વર્ષમાં આત્મનિર્ભર સ્ત્રી શક્તિ, ફિટનેસ સ્પોર્ટ, યુથસ્પોટ, ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ સહિત 12 મુદ્દા પર કામ કરશું

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ભાજપ દ્વારા આજે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો. - Divya Bhaskar
રાજકોટ ભાજપ દ્વારા આજે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો.
  • ટ્રાફિક નિયમન, ફિટનેસ સ્પોર્ટ અને પર્યાવરણનો સમાવેશ કરવામાં આવ્યો

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ભાજપે યુવાનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી યુવાનો કરી શકે તે માટે લાઇબ્રેરી અને વાંચનાલય બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ ટ્રાફિક પ્રશ્ન હલ કરવા પાંચ નવા બ્રિજ બનાવવા ભાજપે ચૂંટણી વચન આપ્યું છે. જોકે કોઠારિયા, વાવડીમાં ઓડિટોરિયમ કે કોમ્યુનિટી હોલ બનાવવાની અગાઉ જાહેરાત કરી હતી તે હજુ બન્યા નથી ત્યાં નવા ભળેલા પાંચ ગામમાં સ્વિમિંગ પૂલ, કોમ્યુનિટી હોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ ભાજપ કાર્યાલય પર ધનસુખભાઇ ભંડેરીએ પ્રમુખ કમલેશ મિરાણી, નીતિનભાઇ ભારદ્વાજ, રાજુ ધ્રુવ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા સહિતની હાજરીમાં મનપાની ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં બહેનો માટે અલગ કન્વેશન સેન્ટર કે જ્યાં પુસ્તકાલય, યોગ સેન્ટર, રસોઇના વર્ગો, ઇન્ડોર રમત સહિતની વ્યવસ્થા, બાળકો માટે સાયન્સ સેન્ટર, પુસ્તકાલયની સંખ્યા વધારવા, ઇન્ટરનેટ-વાઇફાઇની સુવિધા આપવા, વડીલો માટે બગીચા, સિમેન્ટના રોડ, પાંચ નવા બ્રિજ, નાના ધંધાર્થી માટે હોકર ઝોન, સેન્ટ્રલ ઝોનમાં 1500 લોકોની ક્ષમતા સાથેનું ઓડિટોરિયમ, બજારોમાં આલ્કલાઇન પાણી 1 રૂપિયામાં એક લિટર મળે તેવા મશીન મુકાશે, દરેક આરોગ્ય કેન્દ્રનું આધુનિકીકરણ સહિતની જાહેરાતો કરવામાં આવી છે.

રાજકોટ મનપાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આગામી 21 તારીખના રોજ જ્યારે મતદાન થવાનું છે તે પહેલાં શહેર ભાજપ દ્વારા આગામી ચૂંટણીને લઇ પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપે પ્રસિદ્ધ કરેલા સંકલ્પ પત્રમાં આગામી 5 વર્ષમાં આત્મનિર્ભર સ્ત્રી શક્તિ, ફિટનેસ સ્પોર્ટ, યુથસ્પોટ, ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ સહિત 12 મુદ્દા પર કામ કરશું તેવું દર્શાવવામાં આવ્યું છે.

શું છે ભાજપનો સંકલ્પ
રાજકોટ ભાજપ દ્વારા અલગ અલગ 12 મુદ્દાઓને આવરી લઇ આગામી 5 વર્ષમાં કરવામાં આવનાર કામોનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં આત્મનિર્ભર સ્ત્રી શક્તિ, ઈન્ટરનેટ, જ્ઞાન અને ગમ્મતની ભેટ, રાજકોટ યુથપોસ્ટ, વડીલ વંદના, સામાન્ય જન, નવા વિસ્તારમાં નવી સુવિધા, કળા અને સંસ્કૃતિ, વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ આરોગ્ય, ટ્રાફિક નિયમન, ફિટનેસ સ્પોર્ટ અને પર્યાવરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવનારા 5 વર્ષ રાજકોટ શહેરમા આ મુદ્દા પર વિકાસ કરવામા આવશે તે પ્રકારનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

ભાજપનો સંકલ્પ પત્ર.
ભાજપનો સંકલ્પ પત્ર.

સંકલ્પ પત્રમાં કુલ 12 મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો
1.આત્મનિર્ભર સ્ત્રી શક્તિ
2.ઈન્ટરનેટ, જ્ઞાન સાથે ગમ્મતની ભેટ
3.રાજકોટ,યુથસ્પોટ,યુવકોટ
4.વડીલ વંદના
5.સામાન્ય જન
6.નવા વિસ્તારો,નવી સુવિધા
7.કળા અને સંસ્કૃતિ
8.વેપાર,વાણિજ્ય અને ઉધોગો
9.આરોગ્ય એ જ સંપત્તિ
10.ટ્રાફિક નિયમન
11.ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ
12.પર્યાવરણ

ભાજપનો સંકલ્પ પત્ર.
ભાજપનો સંકલ્પ પત્ર.

ભાજપે ભૂલ સુધારી : શહેરના ચારેય ઝોનમાં ઇન્ડોર સ્ટેડિયમ
રાજકોટ મહાનગરપાલિકાએ લોકોને ઢેબર રોડ પરની કચેરી સુધી આવવું ન પડે તે માટે ઇસ્ટ અને વેસ્ટ ઝોન કચેરી બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરમાં નવા ગામો ભળ્યા તેથી ચાર ઝોન બને તેવી સંભાવના છે, પરંતુ ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ‘શહેરના ચારેય ઝોનમાં ઇન્ડોર સ્ટેડિયમ’ તેવું પ્રિન્ટ થયા બાદ તેના પર કાળી પેનથી લીટી મારી દેવામાં આવી હતી.

વોર્ડ નં.9ના કોંગ્રેસના ઉમેદવારોએ સંકલ્પ પત્ર જાહેર કર્યો
રાજકોટના વોર્ડ નં.9માં કોંગ્રેસના ઉમેદવારોએ સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યા બાદ કોંગ્રેસના વોર્ડ નં.9ના ઉમેદવારોએ સંકલ્પ પત્ર જાહેર કર્યા છે. આ વોર્ડના કોંગ્રેસના વિશાલ દોંગા, પ્રતિભાબેન વ્યાસ, ચંદ્રીકાબે ધરસંડિયા અને અર્જુન ગુજરીયા ઉમેદવાર છે. સંકલ્પ પત્રમાં પીવાનું પાણી, આધારકાર્ડ સેન્ટર, ગાર્બેજ પિકઅપ વાન અને સ્પેશિયલ સીસીટીવી પ્રોજેક્ટ સહિત મુખ્ય 9 મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વોર્ડ નં.9ના કોંગ્રેસના ઉમેદવારોએ સંકલ્પ પત્ર જાહેર કર્યો.
વોર્ડ નં.9ના કોંગ્રેસના ઉમેદવારોએ સંકલ્પ પત્ર જાહેર કર્યો.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો