તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપે પણ નાના લોકોને આપી તક:રાજકોટ ભાજપે 'આપ'ની જેમ મધ્યમવર્ગના મહિલાને આપી ટિકિટ, ઉમેદવારના પતિ પાનનો ગલ્લો ચલાવે છે

રાજકોટ9 દિવસ પહેલા
પતિ વર્ષોથી પક્ષના સેવક માટે પત્નીને મળી ટિકિટ
  • હું મારા વોર્ડમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવીશ. - દક્ષાબેન નટુભાઈ વાઘેલા
  • પતિ વર્ષોથી પક્ષના સેવક માટે પત્નીને મળી ટિકિટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જોરશોરથી પડઘમ વાગી રહ્યાં છે. આ વખતે રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને NCP મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ભાજપ-કોંગ્રેસે ઘણાખરા નવા ચહેરા ઉતાર્યા છે, ત્યારે ભાજપના વોર્ડ નં.18ના આવા જ એક નવા ઉમેદવાર દક્ષાબેન વાઘેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના છે, એ વિશે તેમણે કહ્યું હતું કે,મારા વોર્ડમાં પાણી,રોડ તથા ગંદકીની સમસ્યા છે, હું મારા વોર્ડમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવીશ. ' ઉલ્લેખનીય છે કે દક્ષાબેનના પતિ પાનનો ગલ્લો ચલાવે છે. અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ મધ્યમ છે. આપ દ્વારા પણ રાજકોટમાં આવા મધ્યમવર્ગીય ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવી છે. આ મોડલને અનુસરીને રાજકોટ ભાજપે પણ દક્ષાબેનને ટિકિટ આપી હોય તેવું જણાય રહ્યું છે.

ભાજપે પણ સ્થાનિક લેવલે કામ કરતા નાના માણસોને ટિકિટ આપી
ભાજપે પણ સ્થાનિક લેવલે કામ કરતા નાના માણસોને ટિકિટ આપી

હું મારા વોર્ડમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવીશ. - દક્ષાબેન વાઘેલા
પોતાના ચૂંટણી પ્રચાર અને ચૂંટણી જીતી ગયા બાદ તેઓ શું કરશે એ વિશે વાત કરતા દક્ષાબેને જણાવ્યું હતું કે,અમે જયારે પણ પ્રચાર માટે વોર્ડના વિવિધ વિસ્તારોમાં જઈએ ત્યારે અનેક જગ્યાએ પાણી, રોડ-રસ્તા અને ગટરની સમસ્યા જોવા મળે છે, સત્તામાં આવતા હું મારા વોર્ડના નાગરિકોને પાયાની સવલતો અપાવીશ. મારી પરિસ્થિતિ પણ મધ્યમ છે એટલે હું લોકો મધ્યમવર્ગીય લોકોની સમસ્યાનું નિવારણ કરીશ'

દક્ષાબેનના પતિ પાનનો ગલ્લો ચલાવે છે.
દક્ષાબેનના પતિ પાનનો ગલ્લો ચલાવે છે.

ભારતીય જનતા પાર્ટી ભેદ-ભાવ વગર ઉમેદવારોને ટિકિટ આપે છે - ઉમેદવારના પતિ
દક્ષાબેનના પતિ નટુભાઈ પાનની દુકાન ચલાવે છે, પત્નીની ઉમેદવારી વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,' મારી પત્ની ગુર્જર ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી અને શ્યામ મહિલા મંડળના પ્રમુખ ગાયત્રી ગરબી મંડળના પ્રમુખ તરીકે સેવા આપે છે અને અમે વર્ષોથી લોકોની સેવા કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટીએ આ કાર્યને ધ્યાને લઈને મારી પત્નીને ટિકિટ આપી છે, ભાજપ ભેદ-ભાવ વગર ઉમેદવારોને ટિકિટ આપે છે.' ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આમ આદમી પાર્ટી એ પાર્ટીએ મહિલા સફાઈકર્મી અને મહિલા પ્યૂનને ટિકિટ આપી છે. જેની સામે ભાજપે પણ સ્થાનિક લેવલે કામ કરતા નાના માણસોને ટિકિટ આપી મતદારોનો દિલ જીતવા પ્રયાસ કર્યો છે

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો