યાત્રિકો હેરાન:રાજકોટ દિવાળી પહેલા 2 ટ્રેન સંપૂર્ણ અને 8 આંશિક રદ કરાતા યાત્રિકો હેરાન

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડબલ ટ્રેક કામગીરીને લીધે જામનગર-વડોદરા ઇન્ટરસિટી સહિત બે ટ્રેન 12થી 19મી સુધી રદ

દિવાળી પહેલા રેલવેએ રાજકોટ સ્ટેશનથી આવતી જતી બે ટ્રેન રદ કરી છે અને આઠ ટ્રેન આંશિક રદ કરતા હજારો યાત્રિકોને મુશ્કેલી વેઠવી પડશે. દિવાળીના થોડા દિવસો પહેલા જ લોકો બહારગામ જવાના આયોજનો કરતા હોય છે એવામાં સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા મૂળી રોડ-રામપરડા-વગડિયા સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લીધો હોવાને કારણે રેલવેએ આગામી તારીખ 19મી સુધી બે ટ્રેન રદ અને આઠ આંશિક રદ કરતા યાત્રિકોમાં દેકારો બોલી ગયો છે. સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું કે, ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 12થી 18મી ઓક્ટોબર સુધી અને ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 13થી 19મી ઓક્ટોબર સુધી રદ કરી છે

આ ઉપરાંત આંશિક રદ કરાયેલી ટ્રેનમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ 11થી 17મી ઓક્ટોબર સુધી સુરેન્દ્રનગર સુધી જશે, સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે રદ રહેશે. ઓખા-ભાવનગર એક્સપ્રેસ 12થી 18મી ઓક્ટોબર સુધી ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસ 11થી 17મી ઓક્ટોબર સુધી સુરેન્દ્રનગર-હાપા વચ્ચે રદ રહેશે. હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ 12થી 18મી ઓક્ટોબર સુધી હાપા-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી 12થી 18મી ઓક્ટોબર સુધી સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે રદ રહેશે. તેવી જ રીતે સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 13, 15 અને 17મી ઓક્ટોબરે સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 14, 16 અને 18મી ઓક્ટોબરે જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...