તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સની મદદથી રાજકોટમાં નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન લોન્ચ કર્યું હતું. રાજકોટ ખાતે મેક ઈન ઇન્ડિયા મશીન તૈયાર કરવામાં આવતા હાલના કોરોના વાઇરસના સંક્ર્મણ સામે સુરક્ષા કવચ એવી PPE કીટ સીલિંગથી 100 ટકા સુરક્ષિત બની રહે છે તે જાણી તેમણે ઉત્પાનદકર્તા તેમજ આઈ.એમ.એ. રાજકોટના ડોક્ટર્સને આ ઈન્વેનશન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ જણાવ્યું હતું કે મેડિકલ સ્ટાફ હાલ કોરોના સામે બાથ ભીડી રહ્યો છે જેમને સંપૂર્ણ સુરક્ષિત રાખવા જરૂરી છે. કલેકટર કચેરી ખાતે કોન્ફરન્સથી હોટ એર સીમ સીલિંગ મશીન વિશે માહિતી આપતા મેકપાવર સી.એન.સી.ના ડાયરેક્ટર રુપેશ મેહેતાએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, હાલ આ મશીન વિદેશથી આયાત કરવું પડે છે જેની કિંમત વધારે હોવાનું તેમજ ડિલિવરી સમય 3થી 4 મહિના હોય છે. PPE કીટ સીલિંગ માટે સ્વદેશી મશીનનું નિર્માણ કરવા આઈ.એમ.એ. રાજકોટના માર્ગદર્શન હેઠળ ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે. ચાઇના અને કોરીયાના મશીન કરતા કિંમત 50 જેટલી ઓછી રહેશે. હાલ કંપની દ્વારા પ્રથમ બેચમાં 200 યુનિટ તૈયાર કરવામાં આવશે. જેની કિંમત ૪ લાખ રૂપિયા જેટલી થશે.
કીટ આ મશીનની મદદથી 100 ટકા એર તેમજ વોટરપ્રૂફ બને છે
આઈ.એમ.એ. રાજકોટના કોરોના ટાસ્ક ફોર્સના ડો. મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, PPE કીટના સિલાઈના ભાગને સીલ કરવો જરૂરી હોય છે. અન્યથા આ ભાગમાંથી વાઇરસના સંક્રમણની શક્યતા રહે છે. કીટ 100 ટકા ત્યારે જ સુરક્ષિત બને છે જ્યારે તેને સીલિંગ કર્યું હોય. કીટ આ મશીનની મદદથી 100 ટકા એર તેમજ વોટરપ્રૂફ બને છે. ભારતમાં સૌ પ્રથમ ગુજરાત અને રાજકોટ ખાતે હોટ એર સિમ સીલિંગ મશીન બનાવી રાજકોટ અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં હાલ ગુંજતું થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મેક ઈન ઇન્ડિયાના વિઝનને સાકાર કરતું આ મશીન કિફાયતી કિંમતે પૂરતી સર્વિસ સાથે ટૂંક સમયમાં ઉપલબ્ધ બનતા ભારત ખાતે PPE કીટના નિર્માતાઓને સીલિંગ મશીનની પૂર્તિ શક્ય બની છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વીડિયો કોન્ફરન્સમાં કલેકટર રેમ્યા મોહન, મેક પાવરના રૂપેશ મહેતા, નિકેશ મહેતા આઈ.એમ.એ. રાજકોટ ચેપ્ટરના પ્રમુખ ડો. ચેતન લાલસતા, સેક્રેટરી ડો. તેજસ કરમટા, ડો. મયંક ઠક્કર, કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સિલાઇની સોય 2MM અને દોરો લગભગ 0.5MM સાઇઝનો હોય છે
કોરોના સામે બાથ ભીડી રહેલા તબીબો, પેરામેડિકલ સ્ટાફને પૂર્ણતયા સુરક્ષિત રાખવામાં દેશમાં આ પ્રયોગ ગુજરાતનું નવું સિમાચિન્હ બનશે. આવી PPE કિટ તૈયાર થાય ત્યારે તેની સિલાઇની સોય 2MM અને દોરો લગભગ 0.5MM સાઇઝનો હોય છે. આના પરિણામે કિટ પર રહી જતાં નાના-ઝીણા છીદ્રોમાંથી સંક્રમિત દર્દીના લોહી કે પ્રવાહીનો પ્રવેશ કીટમાં થાય તો સંક્રમિતની સારવાર કરતા તબીબ, પેરામેડિકલ સ્ટાફને પણ વાઇરસના ચેપની અસર થઇ શકે છે. આવા જે છીદ્રો PPE સુટ-કિટ પર રહી ગયેલા હોય તેને સીલ કરવાની અદ્યતન ટેકનોલોજી આ હોટ એર સીમ સિલીંગ મશીનના ઉપયોગથી સ્પેશ્યલાઇઝડ ટેપના માધ્યમથી રાજકોટની મેક પાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડ દ્વારા વિકસાવવામાં આવી છે.
20 દિવસમાં 100ના સ્ટાફે મશીન તૈયાર કર્યું
દેશમાં આવા હોટ એર સીમ સિલીંગ મશીનની પૂરતી ઉપલબ્ધી નથી આથી તે વિદેશથી આયાત કરવા પડે છે. ચીન અને કોરિયાથી આયાત થતાં આવા મશીનની કિંમત પણ રૂ. 7 થી 8 લાખ અને ડિલીવરીનો સમયગાળો પણ 12-13 અઠવાડિયા થઇ જાય છે. આ સ્થિતિના નિવારણ માટે ભારતમાં આવા મશીન્સનું નિર્માણ 50 ટકા ઓછી કિંમતે કરવા માટે મુખ્યમંત્રીના દિશા દર્શનમાં રાજકોટની આ મેકપાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડે ચેલેન્જ ઉપાડીને આ ઉત્પાદન સફળતા મેળવી છે. માત્ર 20 જ દિવસના ટૂંકા ગાળામાં 100 વ્યકિતઓ-કામદારોની ટીમે 80 ટકા ઇન હાઉસ પાર્ટસ સાથે ભારતમાં સૌપ્રથમ હોટ એર સીમ સીલીંગ મશીનના ઉત્પાદનનું ગૌરવ રાજકોટને અપાવ્યું છે.
મશીનનું લોચીંગ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું
રૂપાણીએ આવા તબીબો, પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ (PPE)ને સ્પેશિયલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીનનું લોચીંગ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંપન્ન કર્યુ હતું. રાજકોટની મેક પાવર સી.એન.સી. મશીન્સ લિમિટેડ દ્વારા મેઇક ઇન ઇન્ડીયા-મેઇક ઇન ગુજરાતની નેમ મુખ્યમંત્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ હોટ એર સીમ સીલીંગ મશીનના રાજકોટ-ગુજરાતમાં નિર્માણથી સાકાર થઇ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.