આપઘાત પહેલાની ઓડિયો કલીપ વાઇરલ:રાજકોટના ઉદ્યોગપતિ ફળદુએ કહ્યું-'ઓઝોન ગ્રુપના ત્રાસથી કંટાળી મરવું પડે તેમ છે',પોલીસે 7ની સામે ફરિયાદ દાખલ કરી

રાજકોટ7 મહિનો પહેલા
બિલ્ડર લોબીમાં મહેન્દ્ર ફળદુનું મોટું નામ હતું.
  • આપઘાત બાદ મળી આવેલી ઓડિયો કલીપને લઈને અનેક સવાલ ઉઠ્યા
  • કલ્પતરૂ પ્રોપર્ટી અને LGM પ્રોજેક્ટને લઈને મહેન્દ્ર ફળદુ ઘણા સમયથી નિરાશ હતા

રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાતનો મામલે ઓડિયો ક્લિપ આવી સામે છે. પ્રેસ નોટની સાથે મહેન્દ્ર ફળદુએ ઓડિયો ક્લિપ પણ બનાવી હતી. જેમાં તે કહે છે કે, ઓઝોન ગ્રુપના ત્રાસથી કંટાળી ફરજિયાત મરવું પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે પોલીસે 7 લોકો સામે આપઘાત ફરજ પાડવા બદલ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અને આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના P.I ચાવડા તપાસ કરશે ઈન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા તપાસના સુપર વિઝન માટે SIT ટીમની રચના કરી છે. જેમાં SITમાં ACP, DCP, P.I અને એક PSIનો સમાવેશ થશે.

પોલીસ તપાસમાં ગઇકાલે સ્યુસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે
પોલીસ તપાસમાં ગઇકાલે સ્યુસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે

સ્યુસાઇડ નોટ 3 પાનાની હોવાનું સામે આવ્યું
પોલીસ તપાસમાં ગઇકાલે સ્યુસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. ઓફિસમાં કામ કરતા કર્મચારીએ પ્રથમ મહેન્દ્રભાઇનો મૃતદેહ જોયો હતો. કર્મચારીએ મહેન્દ્ર ભાઇના ભાઈ અને પુત્રને જાણ કરવામાં આવી હતી. જ્યાં પુત્ર અને ભાઇએ આવી તપાસ કરતા ટેબલ પર એક ચિઠ્ઠી મળી હતી. જ્યાં ચિઠ્ઠીમાં મોબાઈલ ડેટા ઓન કરવા લખ્યું હતું. મોબાઈલ ડેટા ઓન કરતા સ્યુસાઇડ નોટ મીડિયા સુધી પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં સ્યુસાઇડ નોટ 3 પાનાની હોવાનું સામે આવ્યું છે.

મહેન્દ્ર ફળદુએ પોતાની કલ્પતરૂ પ્રોપર્ટીની ઓફિસમાં આપઘાત કર્યો.
મહેન્દ્ર ફળદુએ પોતાની કલ્પતરૂ પ્રોપર્ટીની ઓફિસમાં આપઘાત કર્યો.

7 ઈસમોએ મહેન્દ્ર ફળદુ થ્રુ બુકિંગ કરાવ્યું
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમના આપઘાત પહેલાની આ ઓડિયો કિલપમાં રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ (સુરેજા), અમિત ચૌહાણ, અતુલ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રૂપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણય કાન્તિલાલ પટેલના કારણે આપઘાત કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો. સાથે સાથે ઓઝોન ગ્રુપના ડિરેક્ટરના વર્તાવનો ઉલ્લેખ કર્યો છે. ઓડિયો ક્લીપમાં મધ્યમ વર્ગના લોકો પાસેથી ઓઝોન ગ્રુપ અને અન્ય 7 ઈસમોએ મહેન્દ્ર ફળદુ થ્રુ બુકિંગ કરાવ્યું હતું.

25 નવેમ્બર 2021ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીક એન્ડ બંગ્લોઝની મુલાકાત લીધી હતી (સર્કલમાં મહેન્દ્ર ફળદુ જોવા મળી રહ્યા છે)
25 નવેમ્બર 2021ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીક એન્ડ બંગ્લોઝની મુલાકાત લીધી હતી (સર્કલમાં મહેન્દ્ર ફળદુ જોવા મળી રહ્યા છે)

પરિવારને હેરાન કરતા લોકોને માફ ન કરો
ઓડિયો કલીપના સ્વાર્થ, પૈસા અને કૌભાંડમાં ઈરાદા સાથે કરોડો રૂપિયા ચાઉ કરી ગયા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. IPS-IAS અધિકારીઓ અમારા છે તેમ કહીને ધમકાવતા હોવાનું કહી પરિવારને હેરાન કરતા લોકોને માફ ન કરવાનો ઉલ્લેખ પણ ઓડિયો ક્લીપમાં મહેન્દ્ર ફળદુએ કર્યો છે.

ત્રણ મહિના પહેલા પુત્રના લગ્ન થયા હતા.
ત્રણ મહિના પહેલા પુત્રના લગ્ન થયા હતા.

આ તમામ વ્યક્તિઓ નામાંકીત બિલ્ડરો છે
મહેન્દ્રભાઇની સ્યુસાઈડ નોટ રુપી ઓડિયો કલીપમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દિપક પટેલ અને ઓઝોન ગ્રુપનાં ડાયરેક્ટરો સામે સનસનાટી મચાવતા આક્ષેપો કરાયા છે. તેની આર્થિક-માનસિક-શારીરિક સ્થિતિ ખરાબ થવા પાછળ અમદાવાદના ઓઝોન ગ્રુપના બિલ્ડરો દિપક પટેલ, જયેશ પટેલ, પ્રકાશ પટેલ, પ્રણય પટેલ અને રાજકોટના બિલ્ડરો એમ.એમ. પટેલ, અમિત ચૌહાણ તેમજ અતુલ પટેલ પર આક્ષેપો કરાયા છે. આ તમામ વ્યક્તિઓ નામાંકીત બિલ્ડરો છે.

મહેન્દ્ર ફળદુ સરદારધામના ટ્રસ્ટી પણ હતા.
મહેન્દ્ર ફળદુ સરદારધામના ટ્રસ્ટી પણ હતા.

મહેન્દ્ર ફળદુ બે પ્રોજેક્ટને લઇને ઘણા સમયથી નિરાશ હતા
મહેન્દ્ર ફળદુએ LGM પ્રોજેક્ટ છેલ્લા 4 વર્ષથી શરૂ કર્યો છે. જેમાં 1.21 કરોડની કિંમતથી વિક એન્ડ બંગલાનું બુકિંગ થઇ રહ્યું છે. જેમાં 140 બંગલો બનાવવામાં આવી રહ્યા છે. બંને પ્રોજેક્ટને લઈ ઘણા સમયથી નિરાશ હતા. તેઓને આ બંને પ્રોજેક્ટમાં જોઈતી સફળતા મળી નહોતી. હજી તો ત્રણ મહિના પહેલા દીકરા પ્રિયાંકના લગ્ન કર્યા હતા. 25 નવેમ્બર 2021ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીક એન્ડ બંગ્લોઝની મુલાકાત લીધી હતી. ત્યારે મહેન્દ્ર ફળદુ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

મહેન્દ્ર પટેલે લખેલી સુસાઇડ નોટરૂપી પ્રેસ નોટ અને તેમનો મૃતદેહ.
મહેન્દ્ર પટેલે લખેલી સુસાઇડ નોટરૂપી પ્રેસ નોટ અને તેમનો મૃતદેહ.

સૌ કોઈની આંખો ભીંજાઇ હતી
ઉલ્લેખનીય છે કે આપઘાત કરતાં પહેલાં તેમણે એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને એ દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. પરંતુ મહેન્દ્ર ફળદુના આપઘાત પાછળ શંકા ઉપજાવતા સવાલો ઉઠ્યા છે. સુસાઇડ નોટ કોમ્પ્યુટર લિખિત છે. જેમાં ત્રીજું અડધું પેજ હસ્ત લિખિત છે, આ અક્ષરો કોના? મહેન્દ્ર ફળદુના કે અન્ય કોઇના? તેમજ ચાર પેજની સુસાઇડ નોટમાંથી એક પેજ ગુમ છે તેવી ચર્ચા ઉઠી છે. દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાયો છે અને માતાના હૈયાફાટ રૂદનથી હાજર સૌ કોઈની આંખો ભીંજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...