કાઉન્ટ ડાઉન:રાજકોટ વિધાનસભાની બેઠકના દાવેદારોએ દિવાળી ધામધૂમથી ઉજવી : લાભપાંચમ માત્ર ચારને જ ફળશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28મીએ સેન્સ પ્રક્રિયામાં પોતાના તરફે રજૂઆત કરાવવા નેતાઓ કાર્યકરો સુધી પહોંચ્યા

રાજકોટ વિધાનસભા-68 બેઠકમાં હાલમાં મંત્રી અરવિંદ રૈયાણી ધારાસભ્ય છે, તેમની સામે જ પાર્ટીના નેતાઓ મેદાને પડ્યા છે અને ટિકિટ મેળવવા માટેના તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, તો મંત્રી રૈયાણી પણ પ્રથમ વખત જ ધારાસભ્ય બનીને મંત્રીપદ સુધી પહોંચી ગયા હોવાથી તેઓ પોતાની બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, વિધાનસભા-69માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે, રૂપાણીને પાર્ટી ચૂંટણી નહીં લડાવે તેવા સંકેતો મળતાં ગઢસમાન આ બેઠક પર રાજયોગ મેળવવા શહેર ભાજપના મોટામાથા મેદાને ઉતર્યા છે, આ બેઠકની સીટ ફાળવણીમાં રૂપાણી જેને આશીર્વાદ આપશે તેનું ભાગ્ય ચમકશે કે રૂપાણી જૂથનો સફાયો કરવા અન્ય કોઇને જ ટિકિટ અપાશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

વિધાનસભા-70માં ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય છે, સિનિયર નેતા ગોવિંદ પટેલે ફરીથી ચૂંટણી લડવાની તૈયારી કરી છે, પાર્ટીએ પણ વર્તમાન સ્થિતિને જોઇને વયમર્યાદાનો અને ત્રણ ટર્મવાળાને રિપીટ નહીં કરવાની પોલિસીને બદલે જીતે તેને ટિકિટ આપવાની નીતિ અમલી બનાવવાની વિચારણા કરતાં ગોવિંદ પટેલને હાશકારો થયો છે, જોકે આ બેઠક માટે ભરત બોઘરા, ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા, નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ ટિકિટ મેળવવા પ્રયાસો કરી રહ્યાં છે, તો વિધાનસભા-71માં આ વખતે ચૂંટણી રસાકસીવાળી બનવાના સંકેતો સાંપડી રહ્યાં છે, વર્તમાન ધારાસભ્ય લાખા સાગઠિયાને રિપીટ કરાશે કે તેની જગ્યાએ કોઇ મહિલા કે નવા ચહેરાને ચાન્સ અપાશે તેના પર સહુની નજર મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...