તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરીક્ષણ:રાજકોટ એરપોર્ટનું આજથી બે દિવસ વાર્ષિક ઈન્સપેક્શન, મુંબઈથી આવેલા ડે.ડાયરેક્ટરે વહીવટી દસ્તાવેજો ઉથલાવ્યાં

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ એરપોર્ટની ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ એરપોર્ટની ફાઇલ તસવીર.
  • રાજકોટ બાદ પોરબંદર એરપોર્ટની વિઝીટ કરશે, ઈન્સ્પેક્શન બાદ સ્ટાફને જરૂરી સૂચના આપશે

રાજકોટ એરપોર્ટમાં હવાઈ સેવાની સુવિધાઓ સાથે અસુવિધાઓ ઉભી થઈ રહી છે. વર્ષો બાદ રાજકોટમાં એકસાથે બે વિમાન હજુ લેન્ડ થઈ શકતા નથી. અનેક વખત એક ફ્લાઈટ રન-વે પર લેન્ડિંગ થતા બીજી ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડે તેવી સ્થિતિ છે. ત્યારે આજે મુબંઈથી અધિકારી વાર્ષિક ઈન્સ્પેક્શન માટે આવ્યા છે. તેઓ બે દિવસ સુધી રાજકોટ એરપોર્ટના રન-વે અને ઓપરેટિંગ સિસ્ટમની ચકાસણી કરશે. આજે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બહોરા સાથે મિટિંગ કર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી.

તાજેતરમાં જ ઈન્ડિગોની ફ્લાઈટ લેન્ડ થઇ શકી નહોતી
તાજેતરમાં જ ઈન્ડિગોની મુંબઈ ફ્લાઈટ બે વખત રાજકોટના આકાશમાં ચક્કર કાપી પરત મુંબઈ ફરી હતી. સાથે મુસાફરોને હેરાનગતિ વેઠવી પડી હતી. આવા સમયે એરપોર્ટની રન-વે ઓપરેટિંગની વ્યવસ્થા નિહાળવા આજે મુંબઈથી અધિકારીઓની ખાસ ટીમ રાજકોટ આવનાર છે. અધિકારીઓ એરપેાર્ટનુ વાર્ષિક ઈન્સપેક્શન કરશે. આ મિટિંગ પૂરી થયા બાદ આવતીકાલે ગ્રાઉન્ડથી લઈને ટર્મિનલ સુધીનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. રાજકોટ એરપોર્ટ પાસે 22 એપ્રિલ 2024 સુધીનું લાયસન્સ છે. આ લાયસન્સને લઈને ડીજીસીએ તેના ધારાધોરણ અને માપદંડોની તપાસ કરે છે.

કાલે રન-વેનાં ઘાસથી લઈ એરક્રાફ્ટની સુરક્ષા ચેકિંગ કરશે
રાજકોટ એરપોર્ટના ઇન્સ્પેક્શન માટે ડીજીસીએનાં ડેપ્યુટી ડાયરેક્ટર મુકેશ વર્માએ આજથી ચેકિંગ હાથ ધર્યું છે. આ સર્વેલન્સ તપાસ બે દિવસ રાજકોટ એરપોર્ટમાં ચાલશે ત્યારબાદ પોરબંદર એરપોર્ટનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે. આ તપાસ દરમિયાન રન-વે પરથી લઈને એરક્રાફ્ટની સલામતિ અને ટર્મિનલ બિલ્ડિંગની વ્યવસ્થા સહિતનાં પાસાઓની ઝીણવટથી તપાસ હાથ ધરાઈ છે. ડીજીસીએની ટીમ વર્ષમાં એક વખત ઇન્સ્પેકશન હાથ ધરે છે, ગયા વર્ષે કોરોનાનાં લીધે આ ચેકિંગ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં રાજકોટ એકમાત્ર એરપોર્ટ રહ્યું હતું કે જેને વીડિયો કોન્ફરન્સ દ્વારા ચેકિંગની કામગીરી કરાવી હતી.

10 સપ્ટેમ્બરના રોજ પોરબંદર એરપોર્ટનું ઈન્સ્પેક્શન કરશે
રાજકોટ એરપોર્ટમાં આજથી બે દિવસ મુંબઈથી ડે.ડિરેકટર ઓફ ઓપરેટિંગ મુકેશ વર્મા એરપોર્ટના રન-વેનું નિરીક્ષણ સાથે વિમાનોની ઓપરેટિંગ સિસ્ટમ નિહાળી જરૂરી સૂચના આપશે. સાથોસાથ તેઓ સીએનએસ, એમટી અને એટીસી વિભાગના અધિકારીઓ મિટિંગ યોજી જરૂરી ચર્ચા-વિચારણા કરશે તેવુ જાણવા મળ્યું છે. રાજકોટ એરપોર્ટના વાર્ષિક ઈન્સપેક્શન બાદ તેઓ તા.10ના રોજ પોરબંદર એરપોર્ટનું પણ વાર્ષિક ઈન્સપેક્શન કરી મુંબઈ જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...