તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં AAPનો મેનિફેસ્ટો:ગુજરાતમાં દિલ્હી મોડેલ લાગુ કરાશે, સરકારી સ્કૂલોનું નવીનીકરણ, મહોલ્લા ક્લિનિક, વેરામાં 50 ટકા રાહત અપાશે

રાજકોટ17 દિવસ પહેલા
રાજકોટમાં આમ આદમી પાર્ટીએ મેનિફેસ્ટો જાહેર કર્યો.
  • શિક્ષણ, આરોગ્ય, વેરો, પર્યાવરણ, પાર્કિંગ પરિવહન, જન સુવિધાઓ સહિત 9 મુદ્દાઓનો સમાવેશ
  • આમ આદમી પાર્ટીએ ગેરન્ટી કાર્ડ સાથે મેનિફેસ્ટો જાહેર કર્યો, પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સહાલ-સૂચનો લીધા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે રાજકોટ મનપામાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે ચૂંટણીને લઇને મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં ગુજરાતમાં દિલ્હી મોડેલ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મેનિફેસ્ટોમાં સરકારી સ્કૂલોનું નવીનીકરણ, મહોલ્લા ક્લિનિક, વેરામાં 50 ટકાની રાહત સહિત અલગ અલગ 9 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો.
આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો.

મેનિફેસ્ટોમાં 9 મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો
શિક્ષણ, આરોગ્ય, વેરો, પર્યાવરણ, પાર્કિંગ પરિવહન, જન સુવિધાઓ સહિત 9 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને પણ હલ કરવાનો મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ ગેરન્ટી કાર્ડ સાથે મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

ગેરેન્ટી કાર્ડ સ્વરૂપે મેનિફેસ્ટો જાહેર કરાયો.
ગેરેન્ટી કાર્ડ સ્વરૂપે મેનિફેસ્ટો જાહેર કરાયો.

ગેરેન્ટીના કાર્ડ સ્વરૂપે મેનિફેસ્ટો જાહેર- ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી
ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને લોકોનું વિઝન છે તેનું ગેરેન્ટીના કાર્ડ સ્વરૂપે મીડિયાના માધ્યમથી જાહેર કર્યુ છે. પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સલાહ-સૂચનો મેળવીને અમે વાસ્તવિક મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. અમે કોઇ મોટા વાયદાઓ કર્યા નથી.

દિલ્હીમાં પાંચ વર્ષમાં કરી બતાવ્યું-અજીત લોખીલ
અજીત લોખીલે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીના કામને જોઇને અમે મુદ્દાઓ જાહેર કર્યા છે. દિલ્હીમાં પાંચ વર્ષના શાસનમાં જે કરી બતાવ્યું તો બીજી તરફ કોર્પોરેશન અહીં 15 વર્ષથી ભાજપ શાસિત છે. 25 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે. તો અહીંયા કેમ ન થઇ શકે. દિલ્હીમાં જે કરીને બતાવ્યું છે તે જ અમે મેનિફેસ્ટોમાં આપ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યા
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. શહેરનાં નાગરિકોએ પોતાને ક્યાં મતદાન મથક પર મત આપવા જવાનું તથા મતદારયાદીમાં પોતાનું નામ ક્યાં વોર્ડ-ભાગ-ક્રમ નંબર પર નોંધાયેલું છે તેની મતદારોને જાણકારી આપવા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી શાખા દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.

કંટ્રોલ રૂમના ફોન નંબર

  • 0281-2221620
  • 0281-2230160
  • 0281-2230161
  • 0281-2230163
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો