તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોરિયર્સને પણ કોરોના:રાજકોટના DCP સહિત 68 પોલીસ કર્મી સંક્રમિત, બન્ને ડોઝ લીધા હોવાથી દરેકને સામાન્ય લક્ષણો, CPએ કહ્યું- રસીથી પોલીસ સુરક્ષિત

રાજકોટએક મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • કલેક્ટરના PA પરિવાર સાથે કોરોના પોઝિટિવ, કચેરીનો અન્ય સ્ટાફ પણ સંક્રમિત

રાજકોટમાં ક્રોરોનાના અજગર ભરડામાં હવે સુરક્ષાકર્મીઓ પણ સપડાઈ ગયા છે. આજે રાજકોટ શહેર પોલીસમાં DCP ઝોન 2 તરીકે ફરજ બજાવતા મનોહરસિંહ જાડેજા સહિત કુલ 68 અધિકારી-કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત કલેક્ટરના PA જિતેન્દ્ર કોટક પરિવાર સહિત અને મહેકમના કારકુન બકોતર કોરોનાગ્રસ્ત થતાં કલેક્ટર કચેરીમાં ફફડાટ મચી જવા પામ્યો છે. હાલ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. પોઝિટિવ તમામ પોલીસ કર્મચારીઓએ વેક્સિન લીધી હોવાથી સામાન્ય લક્ષણો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વેક્સિનથી પોલીસ સુરક્ષિત છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 40 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ કેર સેન્ટરમાં હાલમાં 40 બેડની સુવિધા છે તેમજ નજીકના ભવિષ્યમાં મહત્તમ લોકોને ઝડપથી સારવાર મળી રહે એવા હેતુથી 110 બેડની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. આ અંગે કુલપતિ પેથાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટર માટે 69551 92609 નંબરની હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે, જેના થકી લોકોને સુવિધા મેળવવામાં આસાની રહેશે. તમામ દર્દીઓની સારવારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા માનસિક સધિયારો પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈપણ વિભાગના વડા કે પ્રોફેસરની ભલામણથી જરૂરિયાતમંદ દર્દીઓને સત્વર સારવાર આપવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ.

સૌ. યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં 20 દર્દી સારવાર હેઠળ
વધુમાં યુ.જી.સી-એચ.આર.ડી.સી.ના હેડ ડો. કલાધર આર્યએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં કોવિડ-19 સામે લડવા માટે ઊભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં રહેલા દર્દીઓને સવારે 8 વાગ્યાથી શરૂ કરીને રાત્રિના 8 વાગ્યા દરમિયાન ચા-નાસ્તો, ફળ-ફળાદિ, આયુર્વેદિક ઉકાળા, જરૂરિયાત મુજબ જ્યૂસ તથા બપોર અને રાત્રિનું ડાયટિશિયન અને ન્યૂટ્રિશિયનના જણાવ્યા મુજબનું આરોગ્યપ્રદ પૌષ્ટિક ભોજન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં અંદાજિત 20 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે.

મૃતદેહના અંતિમસંસ્કાર માટે પણ કલાકો સુધી પ્રતીક્ષા
રાજકોટમાં સારવારથી લઈ મૃતદેહના અંતિમસંસ્કાર સુધી દર્દીનાં સ્વજનોને પ્રતીક્ષાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં બેડ ફુલ થઇ જતાં દર્દીઓને સારવાર માટે પ્રતીક્ષા કરવી પડે છે, જ્યારે રાજકોટમાં કુલ 4 સ્મશાન આવેલ છે, જેમાં મૃતદેહના અંતિમસંસ્કાર માટે પણ કલાકો સુધી વારો નથી આવી રહ્યો. રાજકોટમાં ટપોટપ થતાં મૃત્યુથી સ્મશાનમાં અંતિમવિધિ માટે પણ પ્રતીક્ષા કરવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો