તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ખેડૂતોને પણ વર્ક ફ્રોમ હોમ:રાજકોટના એન્જિનિયરિંગના 4 વિદ્યાર્થીએ ઇ-ફાર્મિંગ રોબોટ બનાવ્યો, ખેડૂત ઘેરબેઠાં વાવેતરથી લઈ પાક ઉતારી શકશે

રાજકોટ6 દિવસ પહેલા
ચાર વિદ્યાર્થીએ 1 વર્ષની મહેનત બાદ ઇ-ફાર્મિગ રોબોટ બનાવ્યો.
  • કોરોનામાં મજૂર ન મળતાં પિતાને ખેતીકામમાં થતી હેરાનગતિ જોઈ રોબોટ બનાવવાનો વિચાર આવ્યો

કોરોના બાદ ખેતીકામમાં મજૂરો મળતા નથી, જેને કારણે મુશ્કેલી પડી રહી છે. ત્યારે રાજકોટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીએ રોબોટ બનાવ્યો છે, જેને ઈ-ફાર્મિંગ રોબોટ એવું નામ આપ્યું છે. આ રોબોટ માણસની મદદ વિના બિયારણ વાવેતરથી લઇને પાક ઉતારવા સહિતની તમામ કામગીરી કરી શકશે. આ રોબોટ બનાવવા માટે ચારેય વિદ્યાર્થીને એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ રોબોટને ખેડૂતો પોતાના ઘરેથી બેઠાં બેઠાં ઓપરેટ કરી શકશે.

પિતાની હેરાનગતિ જોઈ વિચાર આવ્યો
ભાવનગરના જેસર ગામના વતની રાહુલ યાદવે તેના 3 મિત્ર સાથે મળી આ રોબોટ બનાવ્યો છે. રાહુલ તેના ગામડે જતો અને ત્યાં જોયું કે કોરોનાને કારણે ખેતીકામમાં મજૂરો ન મળતાં પોતાના પિતાને ખૂબ મુશ્કેલી થઈ રહી છે. એને જ લઈને આ પ્રકારનો રોબોટ બનાવવાનો વિચાર આવ્યો હતો. રોબોટ બનાવનાર વિદ્યાર્થી રાહુલ યાદવે જણાવ્યું હતું કે તે ભાવનગર તાલુકાના જેસર ગામનો વતની છે અને હાલ રાજકોટમાં રહીને અભ્યાસ કરે છે. પિતા ખેતીકામ કરે છે.

રોબોટ દવાનો છંટકાવ પણ કરી શકશે.
રોબોટ દવાનો છંટકાવ પણ કરી શકશે.

રોબોટ ઓપરેટ કરવા એપ્લિકેશન બનાવી
આ રોબોટ અંગે વધુ માહિતી આપતાં રાહુલ યાદવ જણાવ્યું હતું કે કોરોના બાદ તે પિતાની સાથે ખેતીકામમાં ગયો હતો, જ્યાં મજૂરો નહીં હોવાથી પિતાને ખેતીકામમાં હેરાનગતિનો સામનો કરતા જોયા. એના પરથી તેને વિચાર આવ્યો કે મજૂરની મદદ વિના ખેતીકામ થઇ શકે એ પ્રકારનો પ્રોજેક્ટ બનાવવો જોઇએ અને તેણે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ કોમ્યુનિકેશનના છેલ્લા સેમેસ્ટરમાં આ પ્રોજેકટ બનાવ્યો. આ રોબોટ સેટેલાઈટ સાથે કનેક્ટેડ કર્યો છે અને એક મોબાઈલ એપ્લિકેશન પણ બનાવી છે, જેને કારણે ખેડૂત ઘેરબેઠાં આ રોબોટ ઓપરેટ કરી શકશે.

રોબોટનો ડેમો પણ કરવામાં આવ્યો અને સફળ રહ્યો.
રોબોટનો ડેમો પણ કરવામાં આવ્યો અને સફળ રહ્યો.

રોબોટમાં કંઈ કંઈ વસ્તુઓનો ઉપયોગ થયો
આ રોબોટમાં કુલ બે સ્વિચ રાખવામાં આવી છે, જે ઓપરેટ કરવાથી જમીન ખેડવી, વાવેતર અને દવા છંટકાવ વગેરે જાતે થઇ શકશે અને એક કેમેરો રાખ્યો છે, જેમાં રાશબરી પાઈનો ઉપયોગ કર્યો છે. એની મદદથી રોબોટને પાક પાકી ગયાનો કમાન્ડ મળશે અને તે જાતે પાક ઉતારીને પોતાની બાસ્કેટમાં મૂકી દેશે.

એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો રાહુલ યાદવ.
એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો રાહુલ યાદવ.