• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajdeep Singh Of Ribada Seeks Help On Social Media To Save Child From Serious Illness, More Than 7 Lakh People Watched The Video

સોશિયલ મીડિયાનો સદુપયોગ:ગંભીર બીમારીથી બાળકને બચાવવા રીબડાના રાજદીપસિંહએ સોશિયલ મીડિયામાં મદદ માંગી, 7 લાખથી વધુ લોકોએ આ વિડીયો નિહાળ્યો

રાજકોટ7 મહિનો પહેલા
  • બાળકને SMA -1 નામની બીમારી જેનું ઇન્જેક્શન વિદેશથી મંગાવું પડશે
  • ઈલાજ માટેના ઇન્જેક્શનની કિંમત રૂપિયા 16 કરોડ, ઈન્જેક્શનના ભંડોળ માટે આહ્વાન

21મી સદીને જ્ઞાન અને માહિતીની સદી કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો ઝડપથી વધ્યો છે કે, બહુ ઓછા સમયમાં અનેક લોકોના સંપર્કમાં પહોંચી શકાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાની અભિવ્યક્તિને અનેક લોકો સુધી સરળતાથી પહોંચાડી શકે છે. ત્યારે તાજેતરમાં ગંભીર બીમારીથી પીડાતા એક બાળકને બચાવવા રીબડાના રાજદીપસિંહએ સોશિયલ મીડિયામાં મદદ મદદ માંગતો વિડીયો શેર કર્યો છે. અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો બાળકના પરિવારને અનુદાન પણ પહોંચાડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં બાળકને 4.5 કરોડનું અનુદાન પ્રાપ્ત થયુ છે.

સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ નામની ગંભીર બીમારીથી બાળક પીડાય છે
પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય રાઠોડ પરિવાર રાઠોડ પરિવારને આંગણે ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet)તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે.

બાળક માતા-પિતા સાથે
બાળક માતા-પિતા સાથે

8મી માર્ચના રોજ આ રાજદીપસિંહે બાળક સાથે વિડીયો બનાવ્યો
આ ઓપરેશ માટે બાળકના પિતાએ 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે. જયારે રીબડાના યુવા ક્ષત્રિય અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર રાજદિપસિંહને આ વાતની જાણ થી ત્યારે તે 8મી માર્ચના રોજ બાળકના માતા-પિતા તેમના પુત્રને લઈ રાજદીપસિંહ રીબડા ને ત્યાં મળવા ગયા હતા.અને એ સમયે રાજદીપસિંહ દ્વારા બાળકને મદદ કરવા માટેની અપીલ કરતો એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો.

ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે
ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે

7 લાખથી વધુ લોકોએ આ વિડીયો નિહાળ્યો
હાલ રાજદિપસિંહનો આ વિડીયો સોશિયલ મીડિયામાં સાત લાખ પચ્ચીસ હજારથી પણ વધુ લોકો નિહાળી ચૂક્યા છે. જે વિડીયો નિહાળ્યા બાદ અનેક માંધાતાઓ આગળ આવીને ધૈર્યરાજ સિંહની વાત સમજીને દાનની સરવાણી વહાવી રહ્યા છે. તેના આ વિડીયો બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ પણ મુકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો બાદ 16 કરોડ રૂપિયા રકમ ખુબ મોટી હોવાથી વધુને વધુ મદદ મળી રહે તેવી રાજદીપસિંહ આશા સેવી રહ્યા છે. અને આહવાન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...