ચોમાસું / વરસાદી ચાહત, આ તો દિવસ કે રાતઃ રાજકોટમાં બપોરે 12 વાગ્યે રાત જેવું અંધારું થયું

Rainy day, this day or night: It got dark like night in Rajkot at 12 noon
X
Rainy day, this day or night: It got dark like night in Rajkot at 12 noon

  • કારણઃ 5 કિ.મી. સુધીની ઊંચાઈએ રહેતા વાદળોનો ઘેરાવો 12 કિ.મી. સુધી થયો, તડકો ન આવવા દીધો

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:52 AM IST

રાજકોટ. રાજકોટમાં મંગળવારે બપોરે 12 કલાકે વાદળો છવાયા હતા અને જાણે સાંજ પડી હોય તેવુ અંધારું થયું હતું જેથી વાહનચાલકોને હેડલાઈટ ચાલુ કરવી પડી હતી. આ અંગે હવામાન વિભાગના નિવૃત્ત અધિકારી એન.ડી. ઉકાણી જણાવે છે કે, મંગળવારે વાદળોનું વર્ટિકલ ડેવલપમેન્ટ એટલે કે ઉપર ઉઠવાની પ્રક્રિયા ખૂબ થઈ હતી જેને કનેક્ટિવ ક્લાઉડ કહે છે. આ સ્થિતિએ વાદળોને સતત ભેજ મળતો રહેવાથી તેનો ઘેરાવો ઊંચાઈ તરફ વધતો જાય છે. સામાન્ય રીતે વાદળોની ઊંચાઈ અને ઘેરાવો 5 કિ.મી. જેટલો હોય છે પણ અહીં તે ઊંચાઈ 12થી 14 કિ.મી. સુધીનો થયો હતો અને ઘટ્ટ બની જતા તડકો પહોંચી શક્યો ન હતો. હજુ આગામી બે દિવસમાં આવા વાદળો ઘેરાતા રહે તેવી શક્યતા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી