તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:રાજકોટમાં વરસાદી ઝાપટાએ પ્રિમોન્સુનની પોલ ખોલી, ક્યાંક મોટા-મોટા ખાડા તો ક્યાંક પાણીના ખાબોચિયા ભરાયા, વાહનચાલકો પરેશાન

રાજકોટ6 દિવસ પહેલા
  • વિકાસના કામો જલ્દી આટોપી લેવાની સૂચના છે છતાંય રસ્તાઓની વચ્ચે ખાડાઓનું રાજ બરકરાર

રાજકોટ શહેર અને જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ હોય તે રીતે છેલ્લા 2 દિવસથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે સાંજે પણ રાજકોટ શહેરમાં અચાનક ભારે પવન ફૂંકાવવાનો શરૂ થયો હતો અને બાદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં 2 દિવસથી પડી રહેલા વરસાદી ઝાપટાએ તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે. માત્ર વરસાદી ઝાપટાના કારણે રાજકોટ-ગોંડલ રોડ તેમજ રાજકોટ-મોરબી રોડ પર રસ્તા પર ખાડા અને પાણીના ખાબોચીયા ભરાયેલા જોવા મળી રહ્યા છે.

વાહનચાલકોને દર વર્ષની માફક પરેશાની
રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા વરસાદી ઝાપટાંએ તંત્રની પોલ છતી કરી દીધી છે. વરસાદી ઝાપટાના કારણે ક્યાંક રસ્તા પર પાણીના ખાબોચીયા તો ક્યાંક રસ્તા પર ખાડા નજરે પડી રહ્યા છે. માત્ર વરસાદી ઝાપટાથી રાજકોટમાં ગોંડલ રોડ ચોક ખાતે ખાડા અને પાણીના ખાબોચીયા ભરેલા નજરે પડ્યા હતા. જ્યારે કે રાજકોટ-અમદાવાદ હાઇવે પર જવા માટે બેડી ચોક નજીક રસ્તા પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોને દર વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતથી જ મુશ્કેલી નો સામનો કરવાની શરૂઆત થઇ ચુકી હોય તેવું લાગી રહ્યું છે.

રસ્તાઓની વચ્ચે ખાડાઓનું રાજ બરકરાર
રાજકોટ ગોંડલ હાઇવે પર રાજકોટ ગોંડલ ચોક નજીક ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા 2 વર્ષ થી ચાલી રહી છે જો કે હજુ સુધી આ બ્રિજનું કામ 50 % પણ પૂર્ણ થયેલ નથી જેના કારણે ટ્રાફિક સહિતની સમસ્યા નો સામનો વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે. જે માટે ખુદ રાજકોટ મનપાના મેયર દ્વારા હાઇવે ઓથોરિટી ને પત્ર લખી કામ ઝડપ ભેર પૂર્ણ કરવા જણાવવામાં આવેલ છે.વિકાસના કામો જલદી આટોપી લેવાની સૂચના છે છતાંય રસ્તાઓની વચ્ચે ખાડાઓનું રાજ બરકરાર છે. રસ્તાઓ ઉપર મોટા ગાબડાં હજુ જોવા મળે છે. તંત્ર અને શાસકો મોટી મોટી વાતોના વડા કરી રહ્યા છે અને શહેરની જનતાને રીતસર મૂર્ખ બનાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...