વાતાવરણમાં પલટો:મંગળવારથી વરસાદનું પ્રમાણ ઘટી જશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવારે આખા દિવસમાં કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ સોમવાર સુધી જ્યાં સીબી ક્લાઉડ હશે ત્યાં વરસાદી ઝાપટાં પડશે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ ઝાપટા પડશે. મંગળવારથી વરસાદનું પ્રમાણ ઘટી જશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ જ્યારે કોઈ નવી સિસ્ટમ હોય તો ત્યારે પવનની ઝડપ વધી જતી હોય છે. સોમવાર સુધી જૂનાગઢ, ગીરસોમનાથ,પોરબંદર, દ્વારકા એમ દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે. ચોમાસાની પેટર્નમાં બદલાવ આવતા 30 સપ્ટેમ્બર પછી ચોમાસું વિદાય લેશે અને 15 થી 30 સપ્ટેમ્બર સુધી પાછલા નૈરૂત્યના મોસમી પવનના વરસાદ આવશે.

અન્ય સમાચારો પણ છે...