તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રમાં મેઘમહેર:ગીર સોમનાથ અને રાજકોટમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, કપાસ-મગફળીના પાકને ફાયદો

રાજકોટએક વર્ષ પહેલા
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો
  • વરસાદ પડતા લોકોને ગરમી અને અસહ્ય બફારામાંથી રાહત મળી

સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીના પગલે ગીર સોમનાથ અને રાજકોટમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેતરમાં ઊભા કપાસ અને મગફળીના પાકને ફાયદો થશે. બીજી તરફ આટકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. લુભા, કોડીદ્રા, ભેટાળી, માથાશુરીયા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ
વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ

રાજકોટમાં ધીમીધારે વરસાદ
રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. શહેરના મવડી, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ સાહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ રાજકોટમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતાં. મહત્વનું છે કે આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વહેલી સવારથી જ વરસાદ શરૂ
વહેલી સવારથી જ વરસાદ શરૂ

આટકોટમાં વરસાદી માહોલ જામ્યો
આટકોટમાં એક દિવસના વિરામ બાદ કાળા ડિબાંગ બાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

ખેતરમાં ઊભા પાકને ફાયદો
ખેતરમાં ઊભા પાકને ફાયદો

સારા વરસાદથી કપાસ અને મગફળીના પાકને ફાયદો
સૌરાષ્ટ્રમાં છેલ્લા 4-5 દિવસથી મેઘમહેર યથાવત્ છે. આજે પણ સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતાં ખેતરમાં ઊભા કપાસ અને મગફળી સહિતના પાકને ફાયદો થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ પડતા લોકોને ગરમી અને અસહ્ય બફારામાંથી રાહત મળી છે.

જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
અમરેલીના જાફરાબાદ બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલના દરિયાકાંઠે મોજા ઉછળવાની સંભાવનાને લઈને 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપાવમાં આવી છે.

(જયેશ ગોંધીયા-ઉના, કરશન બામટા-આટકોટ)