તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડે તેવી આગાહી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી : લોકો ગરમીમાં બફાયા

વાતાવરણમાં સતત બદલાવ આવતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી હતી કે, આગામી ત્રણ દિવસ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા ઝાપટાં પણ પડશે. પરંતુ શહેરમાં શુક્રવારે મહત્તમ તાપમાન ગુરૂવારની જેમ 42 ડિગ્રી રહ્યું હતું અને ન્યૂનતમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં સાંજના સમયે ગરમીમાં થોડી રાહત અનુભવામાં આવી હતી. બપોરના સમયે પણ તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું હતું અને લોકોએ ગરમીની સાથે લૂની પણ અનુભુતિ કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે માત્ર ભાયાવદર ગામે માત્ર હળવું ઝાપટું પડ્યું હતું.

શહેરનું મહતમ તાપમાન સાંજના સમયે 42 ડિગ્રી નોંધાયું હતું, જયારે હવામાં ભેજનું પ્રમાણ પણ સવારના સમયે 73 ટકા અને સાંજના સમયે 20 ટકા નોંધાયું હતું. બીજી તરફ હવાની ગતિ સવારના સમયે 10 કિલોમીટર પ્રતિકલાક અને સાંજના સમયે 9 કિલોમીટર પ્રતિકલાક નોંધાઈ હતી. ત્યારે આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, જૂનાગઢ, મોરબી અને રાજકોટ ખાતે વીજળી સાથે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર બાદ, કચ્છ પરનું સાઈકલોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન તરફ જોવા મળ્યું હતું. ત્યારે હવે જે રીતે સાયકલોનિક સર્ક્યુલેશન પોતાની દિશા બદલી રહ્યું છે, તેને જોતા તેની અસર પણ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...