મદદની ગુહાર:કેદારનાથમાં વરસાદ અટક્યો, રાજકોટના 6 સહિત ગુજરાતના 20 હજુ પણ અટવાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેશોદનાં 7 યુવાનો કેદારનાથમાં અટવાયા - Divya Bhaskar
કેશોદનાં 7 યુવાનો કેદારનાથમાં અટવાયા
  • યાત્રાએ ગયેલા રાજકોટના પ્રોફેસર ગોસ્વામી સાથે સરકારી અધિકારીઓ સંપર્કમાં
  • દવા, ખોરાક ઘટ્યા, કડકડતી ઠંડીમાં યાત્રાળુઓ ધ્રુજી ઉઠ્યા

રાજકોટથી 30 સભ્યના ગ્રૂપને કેદારનાથ ગયેલા કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઇ હિરાણીએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, પોતે તથા તેમની સાથેના મહત્તમ લોકો કેદારનાથની નીચે સીતાપુર બેઝ કેમ્પે છે પરંતુ યશવંતભાઇના પુત્ર સહિત રાજકોટના 6 સહિત ગુજરાતના 20 યાત્રીઓ છેલ્લા 48 કલાકથી કેદારનાથમાં ફસાયા છે, કેદારનાથમાં વરસાદ અટકી ગયો છે, પરંતુ હજુ પણ વરસાદી માહોલ છે, વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ છે.

ચોતરફ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી આજે પણ હેલિકોપ્ટર સેવા શરૂ થઇ શકી નહોતી, કેદારનાથમાં દવા અને ખોરાકનો મર્યાદિત જથ્થો જ લઇ જવાતો હોય છે અને યાત્રાળુઓ ખરાબ આબોહવાને કારણે અટવાઇ જતાં દવા અને ભોજનની અછત ઊભી થઇ છે. ભારે વરસાદ અને ધ્રાબડિયા વાતાવરણને કારણે ઠંડીના સુસવાટા વચ્ચે લોકો ધ્રુજી ઉઠ્યા છે. અધિકારીઓ સતત સંપર્કમાં રહ્યા હતા.

કેશોદનાં 7 યુવાનો કેદારનાથમાં અટવાયા
કેશોદના 7 યુવાનો કેદારનાથના દર્શને ગયા હતા. પણ ભેખડ ધસી પડવાને લીધે તેઓ અટવાયા હતા. જોકે, તેઓએ દર્શન કરી લીધા છે અને સલામત છે.

અન્ય સમાચારો પણ છે...