મેઘાના મંડાણ:રાજકોટમાં મેઘરાજાની રી-એન્ટ્રી,કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટમાં ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદના ઝાપટા વરસી રહ્યા છે
  • રસ્તા પર પાણી ભરાયા, વહેલી સવારથી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. સવારમાં જ ધીમીધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી ગયા હતા. શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદના ઝાપટા વરસી રહ્યા છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે. ચોમેર ઠંડક પ્રસરી ગઈ છે. શહેરીજનો વરસાદ માહોલની મોજા માણત બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.

ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદના ઝાપટા વરસી રહ્યા છે
ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદના ઝાપટા વરસી રહ્યા છે

આજી નદીમાં પણ નવા નીરની આવક થઈ
ગઈકાલે પણ વહેલી સવારથી મેઘરાજા રાજકોટનાં મહેમાન બન્યા હતા. ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. શહેરના રૈયારોડ વિસ્તાર યુનિવર્સીટી રોડ, જલારામ સોસાયટી, શિવપાર્ક સહીતના વિસ્તારોમાં પાણી ભરાયું હતું. જયારે આજી નદીમાં પણ નવા નીરની આવક થઈ હતી.

ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

ગોંડલમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો
આજે વહેલી સવારથી જ શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી વહ્યા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગોંડલમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. ગોંડલના બસસ્ટેશન, કોલેજ ચોક, માંડવી ચોક, કપુરીયા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.