તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહીવટી તંત્ર એલર્ટ:વરસાદ ખેચાતા જગતનો તાત ચિંતામાં, મગફળી અને કપાસને નુકસાનની ભીતિ, રાજકોટમાં ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલો પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથે વાત કરી.
  • રાજકોટ શહેર અને જિલ્લાના જળાશયોની સ્થિતિ અંગે કલેક્ટરે સમીક્ષા કરી

વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. વાવણી બાદ વરસાદ ન થતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ સેવાય રહી છે. રાજકોટનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજકોટમાં ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલો પીવાનો પાણીનો જથ્થો ડેમોમાં છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સમીક્ષા કરી હતી.

પાણીની અન્ય વ્યવસ્થા અંગે પણ તૈયારીઓ કરી
રાજકોટ જિલ્લામાં કલેક્ટર દ્વારા પાણીનો હયાત જથ્થો અને ઉપલબ્ધ જથ્થા અંગે સમીક્ષા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સિચાઈ અને ગામડાઓમાં પાણીની જરૂરિયાત અંગે સ્થિતિ મુજબ વ્યવસ્થા કરવામાં આવશે. હાલ વરસાદ ખેંચાયો છે એટલે ચિંતા વધી છે. આજી, ન્યારી અને ભાદર ઉપરાંત સૌની યોજનાના પાણી અંગે સમીક્ષા કરવામાં આવી છે. વાસમો યોજના હેઠળ પાણી અંગે સમીક્ષા કરવામાં આવી છે. પાણીની અન્ય વ્યવસ્થા અંગે પણ તૈયારીઓ કરી છે. આ અંગે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે.

ચાર દિવસમાં વરસાદ ન પડે તો કપાસને નુકસાન
જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસમાં વરસાદ ન આવે તો કપાસના પાકને નુકસાન પહોંચશે. એક અઠવાડિયામાં વરસાદ ન પડે તો મગફળીના પાકને નુકસાન પહોંચશે. ખેડૂતોએ વાવેતરની પેટર્ન બદલવી પડશે,

રાજકોટ શહેર અને જિલ્લાના જળાશયોમાં પીવાનું પાણી પર્યાપ્ત
આ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લાના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે. જિલ્લાના 26 જળાશયમાં 24 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઓગસ્ટ સુધી પીવાના પાણી અંગે કોઇ મુશ્કેલી આવશે નહીં. જે ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યું છે તેઓને સિંચાઈ માટે એક વખત પાણી આપી શકાય તે પ્રકારની સ્થિતિ છે. ભાદર-1, આજી-2, આજી-3, ફોફળ ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ છે.