તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ:સાવરકુંડલામાં દોઢ ઇંચ, વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદ, ગારીયાધારમાં કરા પડ્યા, કેરીના પાકને 10 ટકા નુકસાની

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ
  • બાબરા-અમરેલી હાઇવે પર બાવળનું વૃક્ષ ધારાશાયી થતા રસ્તો બંધ
  • ખાંભા, ગીર, ગોંડલ, કોટડાસાંગાણી સહિતના પંથકમાં વરસાદ
  • રાજકોટ તાલુકાના ફાડદંગ, હડમતીયા, ગોલિડા, ડેરોઈ, રફાળા, બેડલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો
  • ગારીયાધારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા પતરા ઉડયા, દીવાલ પડ્યાની ઘટના બની
  • સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને પતરા ઉડ્યા

સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું છે. ત્યારે અમરેલી પંથકમાં બપોર બાદ સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જસદણ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બાબરાના કોટડાપીઠા, પીર ખીજડીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે. વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. તલી, મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જૂનાગઢ ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અતુલ શેખડાના જણાવ્યા પ્રમાણે આજના વરસાદથી 10 ટકા કેરીને નુકસાન ગયું છે. અગાઉ બે-ત્રણ વખત માવઠા થયા એ નુકસાન પણ અલગ. આના લીધે મોર ખરી પડે છે અને બગડી જાય છે. આવનારા 10થી 15 દિવસ કેરી મોડી પણ ખાવા મળે. અગાઉ બે-ત્રણ વખત માવઠા થયા એ નુકસાન પણ અલગ. 

વલ્લભીપુરમાં ઝાપટુ વરસ્યું

ભાવનગર શહેર અને જિલ્લામાં 40 ડીગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમી વચ્ચે વલ્લભીપુરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા.આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી માવઠું ખેડૂતો માટે નુકશાનકારક બની રહેશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

ગારીયાધારમાં કરા સાથે વરસાદ 

ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર અને આજુબાજુના ગામોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગારીયાધારમાં કરા સાથે વરસાદ પડતાં લોકોમાં આંનદ છવાયો હતો. આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી માવઠું ખેડૂતો માટે નુકશાનકારક બની રહેશે. કેમ કે હાલ ઉનાળુ પાક જેમાં બાજરી, જાર, અડદ જેવા પાકોને નુકશાન થાય તેવી શક્યતા છે. તેમજ કેરીના પાકને પણ આ વરસાદથી નુકસાન થશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. પાલીતાણામાં પણ વરસાદ વરસ્યો હતો.

કોટડાસાંગાણી પંથકમાં કમોસમી વરસાદ

કોટડાસાંગાણી પંથકમા બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો.અને ઘેઘુર વાદળો અને વાવાઝોડા વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. કોટડાસાંગાણીના રાજપીપળા, પાંચતલાવડા, રામોદ, રામપરા માંડવા, સાંઢવાયા સહિતના ગામોમાં કમોસમી ખાબક્યો હતો. જ્યારે રામોદમાં વધુ વરસાદ પડતા ગામની બજારોમા પાણી વહેતા થયા હતા. અને ખેતરમા કાપણી કરેલા રવી પાક, ડુંગળી, લસણ, તલ, મગ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું.

ગોંડલ પંથકમાં વરસાદ

ગોંડલ તાલકુકાના દેરડીકુંભાજી, કેશવાળા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે છાંટા પડ્યા હતા. મોવીયા અને શ્રીનાથગઢ ગામમાં કમોસમી વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતું થઇ ગયું હતું. 

બાબરા-અમરેલી હાઇવે પર બાવળ ધારાશાયી

અમરેલી-બાબરા હાઇવે પર એક બાવળનું વૃક્ષ ભારે પવનને કારણે ધરાશાયી થયું હતું. આથી ગ્રામ્ય વિસ્તારો તરફ જતા વાહનોને થંભી જવું પડ્યપં હતું. ભીલડી ગામ નજીક આ વૃક્ષ ધરાશાયી થયું હતું. થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. ભીલડી ગામથી ભીલા ગામથી રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ખાંભામાં મિનિ વાવાઝોડું

ખાંભામાં ભારે પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બે દિવસ પહેલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આજે ફરી તાલુકામાં વરસાદ પડ્યો છે. કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં વરસાદ

જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેંદરડા, જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસ્યો હતો.

(રાજુ બસીયા, બાબરા/ભરત વ્યાસ, ભાવનગર/દેવાંગ ભોજાણી, કલ્પેશ જાદવ, જયદેવ વરૂ, અમરેલી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો