સરવે:રાજકોટ જિલ્લામાં વરસાદથી 1500 હેક્ટરમાં બાગાયતી પાકને નુકસાન

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ લોધિકા અને ગોંડલ પંથકના ખેડૂતોને નુકસાન

રાજકોટ જિલ્લામાં થોડા દિવસ પહેલા વરસેલા વરસાદે અનેક જગ્યાએ તારાજીના દૃશ્યો સર્જ્યા છે. સૌથી વધુ ખેડૂતોને નુકસાની સહેવાનો વારો આવ્યો છે. ત્યારે બાગાયતી પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લામાં 1500 હેક્ટર બાગાયતી પાકમાં વરસાદથી નુકસાન થયું હોવાનું સરવેમાં સામે આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં સતત વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. પૂરના પાણી ખેતરમાં ફરી વળતા મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. અનેક ખેડૂતોના પાકનો સફાયો થયો છે. ખેતીમાં નુકસાનીને લઈ સરવે ચાલી રહ્યો છે. 95 ટકાથી વધુ સરવેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સરવેમાં બાગાયતી પાકને પણ વરસાદી તારાજીની અસર થઈ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ બાગાયતી પાકમાં લોધિકા અને ગોંડલ તાલુકામાં નુકસાન થયું છે. કુલ મળી જિલ્લામાં 1500 હેક્ટરમાં બાગાયતી પાક પર માઠી અસર વર્તાઈ છે. જેમાં ડુંગળી અને મરચીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. જોકે હવે સરવે બાદ ખેડૂતો સહાયની રાહ જોઈ બેઠા છે. વહેલાસર સહાય મળે તો ખેડૂતોને નુકસાનીની થોડી ભરપાઈ થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...